હિતેશ રાવલ, સાબરકાંઠા: કોરોનાની બીજી લહેરમાંથી છુટકારો મળી રહ્યો છે. હાલ ઘણા સમય થયા કોરોના સંક્રમણના કેસ ઘટ્યા છે. આ કેસ ઘટવાની સાથે લોકોએ રાહતના શ્વાસ લીધા છે. ઘણા સમયથી રોજગાર, ધંધા ફરી ખુલ્યા છે. પરંતુ જો સાવચેતી રાખવામાં આવશે નહીં તો ફરી પાછો કપરો સમય આવી શકે છે. હાલમાં સોશ્યિલ મીડિયા પર સાબરકાંઠાઓ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં લોકો કોરોનાની ત્રીજી લહેરને નોતરી રહ્યા છે.
સાબરકાંઠાના પોશીનામાં કોરોના ગાઇડ લાઇના ધજાગરા ઉડતા જોવા મળ્યા છે. પોશીના તાલુકામાં કોરોના મહામારીને ભૂલી ઘણા બધા લોકો ડીજેના તાલે જુમી ઉઠયા છે. જેમાં કોઈ માસ્ક નહીં, સોશ્યિલ ડિસ્ટન્સ નહીં. જાણે કોરોના નામની કઈ વસ્તુ છે જ નહીં તેવી રીતે લોકો ભાન ભૂલી નાચતા જોવા મળ્યા છે. વિડીયોમાં જોઈ શકો છો કે, એક વરઘોડામાં સેકડો લોકો બેદરકારી પૂર્વક ડીજેના તાલે નાચી રહ્યા છે.
આ પહેલો બનાવ નથી, આની પહેલા પણ પોશીના તાલુકામાં આવા બે બનાવ સામે આવ્યા હતા. જેમાં લોકો સરકારી ગાઈડ લાઈનોનું ઉલ્લંઘન કરતા જોવા મળ્યા છે. જેમાં પોશીના તાલુકાના ગનછાલી ગામે વરઘોડામાં હજારો લોકો નાચી રહ્યા છે. ગનછાલી ગામનો વિડીયો જોઈ તમે પણ કહી ઉઠસો કે અહીંયા તો કોરોના ગાઈડ લાઈનના ચીરેચીરા ઉડ્યા છે. જેમાં હજારો લોકો પોતાની મસ્તીમાં નાચી રહ્યા છે. આ જોઈને એવું લાગે કે,લોકો આવી રીતે નિયમોના ધજાગરા ઉડાવતા રહશે ને કોઈ સાવચેતી નહીં રાખે તો કોરોના ફરી પાછો ચોક્કસ આવશે.