નભ: સ્પૃશં દીપ્તમ એટલે કે આભને આંબતું અને વ્યોમમાં શોભતું. જો કે ભારતીય વાયુસેના (મેન્ટેનન્સ કમાન્ડ) નાગપુરનું સૂત્ર છે : સર્વદા ગગને ચરેત એટલે કે હંમેશાં ગગનમાં વિહરતું રહે
આજે વાયુસેના દિવસ છે. ભારતીય વાયુસેના ૮૮ વર્ષની થઈ ગઈ. આ અવસર પર ગાજિયાબાદના હિંડન એયરબેસ પર વાયુસેનાની શક્તિની ઝલક જોઈ શકાય હતી. વાયુસેના પરેડ સાથે સાથે લડાકૂ વિમાન, ટ્રાંસપોર્ટ વિમાન અને હેલીકોપ્ટર ફ્લાઈ પાસ્ટમાં ભાગ લીધો હતો. સાથે જ તેજસ, સુખોઈ સહિત અનેક વિમાન આકાશમાં કરતબ કરતા દેખાયા હતા.
ભારતીય વાયુ સેના દિવસ લોકોમાં જાગૃતતા વધારવા બનાવવામાં આવે છે ગાઝિયાબાદ એરબેઝમાં ઇન્ડિયન એર ફોર્સ ડે દર વર્ષે મનાવવામાં આવે છે અને આ વર્ષે ’રાફેલ ફાઈટર’ અને ’એરક્રાફ્ટ’ પરેડમાં ચાર ચાંદ લગાવશે.૧૫૦૦ એરક્રાફ્ટ અને ૧,૭૦,૦૦૦ પરસોનેલ સાથે બધું જ શક્ય છે. દુનિયામાં ચોથી અને સૌથી મોટી વાયુ સેના આપના ભારત દેશની છે. યુએસ.રશિયા અને ચાઇના બાદ આવે છે આપણું ભારત .૨૨,૦૦૦ ફૂટ ઉંચા એર બેઝ સાથે ભારતીય વાયુ સેના નવી ઉચાય ને પામે છે .વાયુસેના ના જાબાઝ ઓફિસર અરજાનસિંહ એક માત્ર ૫ સ્ટાર ઓફિસર છે.દેશની પહેલી એર માર્શલ પદ્માવતી બાનદોપાધ્યાય હતા જેને આજે પણ લોકો યાદ કરી રહ્યા છે .હાલના એર ચીફ માર્શલ રાકેશકુમારસિંહ બદુરિયાએ પણ આજના દિવસે વાયુસેના ના તમામ ઓફિસર્સ અને જવાનોને શુભેચ્છાઓ પાઠવી છે.
વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિએ શુભેચ્છા પાઠવી
આ અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત દેશના રાષ્ટ્રપતિએ શુભેચ્છા આપી હતી. પીએમ મોદીએ વાયુસૈનિકો અને તેમના પરિવારને સેલ્યૂટ કર્યુ અને દેશની સુરક્ષા માટે આભાર માન્યો. તેમણે કહ્યુ – તમારા સાહસે દેશનુ મસ્તક ઊંચુ કર્યુ છે.