ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન ‚રલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડના વિભિન્ન તબકકા હેઠળ યોજનાના અમલ માટે ગુજરાતને કુલ મળીને ૨૨૧૧ કરોડ ‚રુપિયા પ્રાપ્ત
ધી નેશનલ બેંક ફોન એગ્રીકલ્ચર એન્ડ ‚રલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)એ ગુજરાત સરકારને નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના ચાર પ્રોજેકટ માટે ૨૨૭૪ કરોડ ‚પિયાની ફાળવણી કરી છે. આ ચાર પ્રોજેકટમાં સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ ઈરીગેશન યોજના (સૌની યોજના)-૨ અને ૪ લીંક પાઈપલાઈન્સ, લીફટ ઈરીગેશન પ્રોજેકટ અને સરદાર સરોવર કેનાલ બેઝડ ડ્રીન્કીંગ વોટર સપ્લાય પ્રોજેકટનો સમાવેશ છે.
આ સાથે ‚રલ ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ ફંડ (આરઆઈડીએફ) હેઠળ ગુજરાત ૨૨,૦૪૫ કરોડ ‚પિયાનું ફંડ સાથે ઉભુ છે. નાબાર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા એક અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન આરઆઈડીએફના જુદા-જુદા ચરણો હેઠળ મંજુર પરિયોજનાના અમલીકરણ માટે રાજય સરકારને કુલ મળીને ૨,૨૧૧ કરોડ ‚પિયાનું ફંડ ફાળવાયું છે. નાબાર્ડે સરકારી સંસ્થાઓના ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટો માટે ૧૭૦૪ કરોડ ‚પિયાની સંચયી સ્વિકૃતિ હાંસલ કરી છે. જેની સામે માર્ચ ૨૦૧૭ સુધીમાં ૫૭૪ કરોડ ‚પિયાનો જ ઉપયોગ થયો છે.વર્ષ ૨૦૧૫-૧૬ દરમિયાન બનાવવામાં આવેલા લોન્ગ ટર્મ ઈરીગેશન ફંડ (એલટીઆઈએફ) અંતર્ગત ગુજરાત સરકારને ૩૬૧૧ કરોડ ‚પિયાની નાણાકીય સહાયને મંજુરી આપવામાં આવી હતી. આ મંજુરીની સામે રાજય સરકારે આ વર્ષે ૬૨૧ કરોડ ‚પિયાની કમાણી કરી છે.