‘પ્રેમ’ કેટલો મીઠો શબ્દ છે, “પ્રેમ એટલે કોઈનો માત્ર હ્રદયમાં સ્વીકાર નહીં પણ હ્રદયથી સ્વીકાર.” પ્રેમ કરવાની કોઈ ઉંમર નથી હોતી તે કોઈ પણ ઉંમરે થઈ શકે છે. આ વાતને એ 61 વર્ષીય દાદીમાએ સાબિત કરી બતાવ્યુ છે. આ વૃધ્ધા 17 બાળકોની દાદી છે જેનું નામ શેરીલ મેકગ્રેગોરે છે. તેણે 24 વર્ષના યુવાન બોયફ્રેન્ડ કુરન મેક્કેનને પોતાનો હમસફર બનાવ્યો છે. લોકોએ ટિક-ટોક પર બંનેના લગ્નની લાઈવ જોયા હતા. એકબીજાના પ્રેમમાં પડેલા આ દંપતીની ઉંમરમાં લગભગ 37 વર્ષનો તફાવત છે.

શેરિલ અને કુરાનના લગ્નને લઈને યુઝર્સ સોશિયલ મીડિયા પર વિવિધ ટિપ્પણીઓ કરી રહ્યા છે, પરંતુ દંપતીનું કહેવું છે કે તેમને આ બધી બાબતોની અમને પરવાહ નથી. મોટી ઉંમરનું અંતર હોવા છતાં, તેઓ એકબીજાના પ્રેમમાં છે અને તેમની સેક્સ લાઇફ પણ ખૂબ સારી રીતે ચાલી રહી છે.

Screenshot 7 14

રિપોર્ટ અનુસાર, કુરાન માત્ર 15 વર્ષનો હતો જ્યારે તે પહેલી વખત શેરિલને મળ્યો હતો. જ્યારે વર્ષ 2020 માં કુરાન 23 વર્ષનો થયો ત્યારે બંને ફરી એકવાર ઓનલાઇન પ્લેટફોર્મ પર મળ્યા અને એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું.

Screenshot 6 15

કુરાન અને શેરીલે ઓનલીફન્સ નામના ટિક-ટોપ પર એક એકાઉન્ટ પણ બનાવ્યું છે, જેના પર તેઓ સાથે વિતાવેલી સુંદર ક્ષણોને ફેન્સ સાથે શેર કરે છે. આ બંનેના લગ્નનું લાઈવ દ્રશ્ય તેમના હજારો ચાહકોએ પણ અહીં જ જોયું હતું.

Screenshot 5 16

લગ્નના દિવસે, શેરીલ નવી નવેલી દુલ્હનની જેમ કપડાં પહેર્યા હતા. તેણીએ તેના સફેદ લગ્ન પહેરવેશને સાથે ચમકદાર નેઇલપેઇન્ટ્સ પણ લગાવી હતી. તેણે તેના સોનેરી વાળ કર્લ કર્યા હતા. જ્યારે કુરાને ઓફ-વ્હાઇટ રંગનો સૂટ પહેર્યું હતું. લગ્ન પછી, કુરાને કહ્યું, ‘અમે બંનેએ ટેનેસી (અમેરિકા)માં લગ્ન કર્યા. લગ્ન દરમિયાન મારો એક મિત્ર પણ ત્યાં હાજર હતો. એકબીજાનો હાથ પકડ્યા પછી, અને ભોજન કર્યું. તે પછી અમે અમારી હોટેલમાં ગયા જ્યાં અમે લગભગ બે કલાકનો ઉત્તમ સમય પસાર કર્યો.

Screenshot 3 25

કુરાને કહ્યું કે 15 વર્ષની ઉંમરે તે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટમાં કામ કરતો હતો, જે શેરિલના પુત્ર ક્રિસ ચલાવતા હતા. પરંતુ અમને લાંબા સમય સુધી એકબીજા પ્રત્યે ફિલિંગ્સ નહોતી અને બંને વિખૂટા પડી ગયા હતા. ત્યારબાદ બંને 4 નવેમ્બર, 2020 ના રોજ ફરી એક વખત એકબીજાને મળ્યા.

Screenshot 9 12

કુરન કહે છે કે તેને ક્યારેય કોઈ છોકરી વિશે એવી ફિલિંગ્સ આવી નથી, જે પ્રકારની ફિલિંગ્સ તેને શેરિલ સાથે મળે છે. કુરાને જણાવ્યું કે તેણે ઓલિવ ગાર્ડન રેસ્ટોરન્ટમાં શેરિલને પ્રપોઝ કર્યું હતું અને ત્યાં તેણે લગભગ 2.25 લાખ રૂપિયાની સગાઈની વીંટી પણ પહેરાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.