રાજકોટનું મહિલા પોલીસ સ્ટેશન લાયબ્રેરી ધરાવતું રાજયનું પ્રથમ પોલીસ મથક બન્યું: પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતનો પ્રજા ઉપયોગી વધુ એક પહેલ

શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌત રીઢા અને કુખ્યાત ગુનેગારોની શાન ઠેકાણે લાવનવા કરેલી કડક કાર્યવાહીની સાથે પ્રજા ઉપયોગી કાર્ય કરવામાં પણ આગવી છાપ ધરાવે છે. શહેરના મહિલા પોલીસ મથકમાં આવતા અરજદારોને ઝવેરચંદ મેઘાણીના પુસ્તકો વાચવા મળી રહે તે માટે ખાસ લાયબ્રેરીની વ્યવસ્થા ઉભી કરી રાજકોટનું મહિલા vlcsnap 2017 05 04 08h38m45s71પોલીસ સ્ટેશન રાજયમાં સૌ પ્રથમ પોલીસ સ્ટેશન લાયબ્રેરી ધરાવતુંબન્યું છ. મહાત્મા ગાંધીજીએ જેમને રાષ્ટ્રીય શાયરનું બિર‚ આપી સન્માનીત કર્યા છે તેવા સૌરાષ્ટ્રની રસધારના સર્જક ઝવેરચંદ મેઘાણી દ્વારા લખેલા ૮૦ થી ૯૦ જેટલા કાવ્ય સંગ્રહ, નવલકથા અને બહારવટીયાઓની કથા સાથેના પુસ્તકો મહિલા પોલીસ મથકમાં ઉપલબ્ધ કરવામાં આવ્યા છે.

પોલીસ સ્ટાફની અછતના કારણે અરજદારો પોતાના કામ સબબ પોલીસ મથકે આવે ત્યારે તેમને તપાસનીશ અધિકારી અન્ય કામમાં વ્યસ્ત હોવાથી કલાકો સુધી બેસી રહેવું પડતું હોવાથી અરજદારોને કંટાળો આવતો હોય છે. આવા સમયે અરજદાર રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પુસ્તક વાચી પોતાનો સમય પસાર કરી શકે તે હેતુસર મહિલા પોલીસ સ્ટેશનમાં લાયબ્રેરી શ‚ કરી છે.

vlcsnap 2017 05 04 08h39m20s183પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલૌતે ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકીન મેઘાણીના સહયોગથી મોટી સંખ્યામાં પુસ્તકો મેળવી મહિલા પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે એટલું જ નહી પણ તેની જાળવણી થાય તેવી વ્યવસ્થા પણ ઉભી કરવામાં આવી છે. અરજદારોની સાથે પોલીસ સ્ટાફ પણ લાયબ્રેરીનો ઉપયોગ કરી પોતાની વાંચન ભુખ સંતોષી શકશે તેવો ઉમદાહેતુ સાથે લાયબ્રેરીનું નામ પણ મેઘાણી કોર્નર રાખવામાં આવ્યું છે. મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. ગંભીરસિંહ જાડેજાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં વાચકોની ‚ચિ અને રસ વધશે તો પુસ્તકો વધુ વસાવવામાં આવશે જણાવ્યું હતું.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.