ક્રાઈમ બ્રાન્ચે 6 દિવસના રિમાન્ડ મેળવી આરોપીની ફરાર પત્નીની શોધખોળ હાથ ધરી
રાજકોટના ઈમ્પોર્ટ એક્સપોર્ટના ધંધાથી સાથે એન.આર.આઇ. દંપતિએ રૂ.3.59 કરોડની ઠગાઈ કર્યાની ફરિયાદ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ મથકમાં નોંધાઇ છે. એ બાદ જે બાદ ક્રાઈમ બ્રાન્ચના પીઆઈ બી.ટી.ગોહિલ અને તેમની ટીમ દ્વારા તપાસ કરતા આરોપી એના રાય દંપતિએ અને વેપારીઓ સાથે ઠગાઈ કરી કુલ રૂ.19 કરોડની છતરફેડી કર્યા હોવાની ફરિયાદ થતા તેમને આજે આરોપી જતીન હરેશ અઢિયાની ધરપકડ કરી તેના છ દિવસના રિમાન્ડ મેળવી તેની ફરાર પત્ની ફોરમબેન જતીન અઢીયાની શોધખોળ હાથધરી છે.
ઇમ્પોર્ટ-એકસપોર્ટ નો ધંધો કરતા આરોપી જતીન હરેશ અઢિયા વેપારીને લલચાવી તેમની પાસેથી 765 ટન ચોખા કી.રૂ.2,66,92,800 તથા 530 ટન ખાંડ કિ.રૂ.79, 18, 200નો કુલ કિ.રૂ. 3,59,76, 350 રૂપીયાનો જથ્થો મંગાવી ફરીયાદીને તેના પૈસા પરત નહીં આપી તેમજ ફરીયાદી એ પૈસા માંગતા દંપતીએ ચાંદ થી મારી નાખવાની ધમકી આપી હતી. અને ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ બી.ટી.ગોહિલ દ્વારા તપાસ કરતા આરોપી દંપતિએ અનેક વેપારીઓને પોતાની લાલચમાં લઈ કુલ રૂપીયા 19,59,76,350ની છેતરપીંડી કરી હોવાની સામે આવ્યું હતું.