સેલવાસમાં નગરપાલીકા વિસ્તારનાં ૨૦૦ જેટલા વેપારીઓએ પ્લાસ્ટીક પ્રતિબંધ પર ફરી વિચારણા કરવા માટે ન.પા. સીઓને આવેદન પાઠવ્યું હતુ આ બાબતે ન.પા.સીઓ મોહિત મીશ્રાએ જણાવ્યું હતુ કે પ્લાસ્ટીકનો ફરી ઉપયોગ કરવા આવશેનહી આમાટેની વિશેષ રજૂઆત પ્રાશાસક અને કલેકટરને પણ કરી શકશો.
તેમજ વેપારીઓએ કહ્યું હતુ કે, ન.પા. કર્મચારીઓ ચેકીંગ દરમિયાન સૂચના આપ્યા વગર જ દુકાનોમાં ચેકીંગ કરે છે. જના પર ન.પા. સીઓએ જણાવ્યું હતુ કે, આ વિશેની યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સેલવાસમાં પ્લાસ્ટીક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તથા હાલ વરસાદની સીઝન ચાલી રહી છે. ત્યારે કાગળની થેલીમાં વસ્તુઓ પલડી જવાથી નુકશાની થઈ રહી છે. વગેરે માટેની રજૂઆત વ્યાપારીઓએ કરી હતી.