રાજયમાં જૂની અદાવતને લઈને હુમલાના અને હત્યાના બનાવોમાં હાલ વધારો થતો જાય છે. લોકો જૂની અદાવતમાં જુના સબંધોનો પૂર્ણવિરામ આપી દે છે ત્યારે જામનગર શહેર અને જામજોધપુરમાં મારામારીના બે બનાવ બન્યા છે જેમાં નજીવી બાબતમાં યુવાનો પર ખૂની હુમલો કરવામાં આવ્યો હતો. બન્ને મામલે હાલ પોલીસે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર પ્રથમ ઘટના જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા કિરણ કારાભાઈ વાઘેલા નામના ૩૭ વર્ષના યુવાને પર જૂની અદાવત ના કારણે બે ભાઈઓએ તલવાર વડે હુમલો કર્યો હતો પોતાના ઉપર જૂની અદાવતના કારણે માથામાં તલવાર વડે હુમલો કરવા અંગે તે જ વિસ્તારમાં રહેતા જગદીશ ખીમજી વાઘેલા અને તેના ભાઈ કેસુ ખીમજી વાઘેલા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી યુવાનને માથામાં તલવાર વાગી હોવાથી ૧૨ ટાંકા લેવા પડ્યા છે,ઉપરાંત છરીના છરકાની પણ ઈજા થઇ છે. ફરિયાદી અને આરોપી વચ્ચે અગાઉ તકરાર થઈ હતી, જેનું મન દુઃખ રાખીને હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જે મામલે સીટી બી. ડિવિઝન પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
જામજોધપુરના ખેડૂત યુવાન પર ચાર શખ્સોએ કર્યો હુમલો
મારામારીનો બીજો બનાવ જામજોધપુર પંથકમાં બન્યો હતો. જામજોધપુર તાલુકાના જામવાડી ગામમાં રહેતા અને ખેતી કામ કરતાં પુનિત કિર્તીભાઈ સુતરીયા નામના ૩૫ વર્ષના ખેડૂત યુવાન પર ટ્રેક્ટર ચલાવવાના પ્રશ્ને મનીષભાઈ કોડીયાતર, કારો રબારી, કાનો રબારી, અને પબો રબારી સહિતના ચાર શખ્સોએ કુહાડી વડે હુમલો કરી ઇજા પહોંચાડ્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવા છે.જે મામલે જામજોધપુર પોલીસ તપાસ ચલાવે છે.