રાજકોટ જિલ્લામાં વિવિધ સ્થળે આપત્તિના સમયે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરી અંગે માર્ગદર્શન અપાશે
ચોમાસાની ઋતુમાં વરસાદના કારણે પૂર, હોનારત તેમજ અન્ય આપત્તિની પરિસ્થિતમાં કેમ બચાવ કરવો અને જાનમાલનું નુકસાન અટકે તે માટ ેએન ડી આર એફ – રાજકોટની ટીમ દ્વારા રાજકોટ જિલ્લામાં તા. 4 થી 18 જુલાઈ દરમ્યાન આપત્તિના સમયે બચાવ કામગીરી, પ્રાથમિક સારવાર, રાહત કામગીરી અંગે જનજાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
રાજકોટ ઉપરાંત પડધરી, ગોંડલ, ઉપલેટા, જેતપુરમાં ગ્રામ્ય, તાલુકા તેમજ શાળા અને કોલેજ કક્ષાએ યોજનારા કાર્યક્રમોમાં છાત્રોને બચાવ કામગીરી સહિતના વિષય પર માર્ગ દર્શન ટીમ દ્વારા પૂરું પાડવામાં આવશે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલ – રાજકોટ, નિવાસી અધિક કલેકટર ની યાદીમાં જણાવાયું છે.