કેમિસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોશીએશને લીધો નિર્ણય
કોરોના વાઈરસથી બચાવતા એન-૯૫ માસ્ક જે અત્યાર સુધી ૬૫ કે તેથી વધુ રૂપિયામાં મળતા જે હવે કેમીસ્ટ એસોસિએશન માત્ર રૂ.૫૦ના ભાવે વહેંચશે. આવા માસ્ક રાજકોટ-સૌરાષ્ટ્રના દરેક મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ બુધવારથી આ માસ્ક દરેક લોકો મેળવી શકશે. થોડા દિવસો પહેલા મુખ્યમંત્રીએ એવી જાહેરાત કરી હતી કે, સાદા માસ્ક માત્ર રૂ.૫માં તેમજ એન-૯૫ માસ્ક રૂ.૬૫માં દરેક અમુલ પાર્લર પરથી મળી શકશે.
આ જાહેરાતને ચોતરફથી આવકાર મળ્યો હતો પરંતુ હવે ગુજરાત કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશન લોકોને માત્ર રૂ.૫૦માં એન-૯૫ માસ્ક ઉપલબ્ધ કરાવશે.
રૂ.૫૦માં એન-૯૫ માસ્ક આગામી બુધવારથી રાજકોટ શહેર ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ મેડિકલ સ્ટોર પર ઉપલબ્ધ હશે. તેમજ ૫૦ પિયામાંએન-૯૫ માસ્ક વહેંચવાનો નિર્ણય ગઈકાલે એસોસિએશન દ્વારા કરાયો હોવાનું રાજકોટના સેક્રેટરી અનિમેષભાઈ દેસાઈએ જણાવ્યું હતું.
હવે ખરા અર્થમાં સામાન્ય જનતાને એન-૯૫ માસ્ક વ્યાજબી ભાવે મળી રહેશે. શઆતમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકોને માસ્ક પહેરવાનું સુચવાયું હતું. ત્યારે શરૂઆતમાં સામાન્ય જનતા સાદા માસ્ક જ્યારે સક્ષમ લોકો ગુણવત્તાવાળા એન-૯૫ માસ્ક જે ત્યારે ૯૦ થી લઈ ૪૦૦ સુધીના ભાવે મળતા કોરોના સંક્રમણ સામે પુરી સુરક્ષા આપતા એન-૯૫ માસ્ક સામાન્ય લોકો પણ ખરીદી પહેરી શકે તે માટે કેમીસ્ટ એન્ડ ડ્રગીસ્ટ એસોસિએશને ઓછા ભાવમાં માસ્ક લોકોને પુરા પાડવાનું વિચાયું ત્યારે ખાનગી કંપની મારફત માસ્ક બનાવડાવી માત્ર રૂ.૫૦માં લોકોને પરવડે તેવા ભાવમાં એન-૯૫ માસ્ક ઉપલબ્ધ કરાવી આગામી બુધવારથી દરેક મેડિકલ સ્ટોરમાં આ પ્રકારના માસ્ક મળી રહેશે.