મેકપાવર સી.એન.સી. મશીન્સ લિમિટેડ સી.એન.સી. ટર્નિંગ વી.એમ.સી. તેમજ એચ.એમ.સી. મશીનના નિર્માતા છે. મેકપાવર ડિફેન્સ તેમજ એરોનોટિક્સ ક્ષેત્ર સાથે સંકળાયેલું છે. મેટોડા જીઆઇડીસી સ્થિત હાલ આ કંપનીમાં 700 જેટલા લોકો કામ કરે છે.
માર્ચ 2020માં થયેલા લોકડાઉન દરમિયાન ભારત સરકાર તેમજ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સિમસીલીંગ માટે ભારતનું સર્વપ્રથમ સિમસીલીંગ મશીન બનાવવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો જેના ભાગરૂપે ખૂબ જ ટૂંકા સમય ગાળામાં ખૂબ જ સસ્તા દરે, ચાઇનાના એકપણ કમ્પોનન્ટનો ઉપયોગ કર્યા વગર 100% મેડ ઇન ઇન્ડિયા હોટ એર સિમસીલીંગ મશીન બનાવ્યું. જેનું લોન્ચ કલેક્ટર કચેરી રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી દ્વારા વિડિયો કોન્ફરન્સ થકી કરવામાં આવ્યું હતું.
સાથેસાથે મે-2020માં મેકપાવરે લિમિટેડ સ્ટાફ, મટીરીયલ ટ્રાન્સપોર્ટેશન ચેલેન્જ, સ્ટાફ ટ્રાન્સપોર્ટેશન ચેલેન્જ જેવા અનેક ચેલેન્જીસ વચ્ચે N95 માસ્ક બનાવવા માટેનુ ફાસ્ટેસ્ટ ફૂલ્લી ઓટોમેટિક સંપૂર્ણ ભારતીચઇન હાઉસ મશીન બનાવ્યું. જેની કિંમત ચાઇનાથી આયાત કરવામાં આવતા માસ્ક મશીનથી ત્રીજા ભાગની છે આ ઉપરાંત આ મશીનની કેપેસીટી દિવસના 50,000 માસ્ક પ્રોડક્શન કરવાની છે જે ચાઇનાથી આયાત કરેલા માસ્ક મશીન કરતા બમણી છે.
આ ઉપરાંત ઘણા ચેલેન્જીસ સાથે N95 માસ્ક બનાવ્યા જેન સીએસઆર એક્ટિવિટીના ભાગરૂપે અનેક સામાજીક તેમજ અન્ય સંસ્થાઓમાં વિનામૂલ્યે તેમજ ખૂબ જ નજીવા દરે આપવામાં આવ્યા. N95 માસ્કની ક્વોલિટી માટે ભારત માનદ બ્યૂરો (BIS) (IS 9473: 2002, CM/L NO.7600150214) દ્વારા પ્રમાણિત કરવામાં આવ્યા છે અને આ માસ્કને સંપૂર્ણ સુરક્ષિત N95 માસ્કનું બિરૂદ આપવામાં આવ્યું છે, એ અમારા માટે ખૂબ ગર્વની વાત છે.