બોમ્બ માટેનો સામાન કયાંથી આવ્યો: કોની મદદ મળી વગેરેની ઝીણવટભરી તપાસ કરાશે

ઉપલેટામાં આવેલ ક્રિષ્ના શૈક્ષણિક સંકુલમાં બોમ્બ મોકલનાર અને ૧૯૯૯ માં બોમ્બ બ્લાસ્ટ થયો તે બન્નેના આરોપી નાથીયો ઉફે નાથા ડોબરીયાની ગઇકાલે પોલીસે વિધિવત ધરપકડ કરી હતી પીઆઇ પલ્લાચાર્યએ ૧૪ દિવસના કોર્ટમાં રીમાન્ડની માંગણી કરતા કોર્ટ નાથીયાને આઠ દિવસના રીમાન્ડ મંજુર કર્યા હતા.

આઠ દિવસ રીમાન્ડ દરમ્યાન પોલીસ હવે નાથિયા પાસેથી ઉપલેટા ૧૯૯૯ માં બ્લાસ્ટ થયો હતો તે પાર્સલ કોની સાથે મોકલ્યું હતું તે બ્લાસ્ટનો માલ કયાંથી લાવ્યો હતો.બ્લાસ્ટના પાર્સલમાં કોની કોની મદદ મળી હતી તેવી વિવિધ બાબતો ખોલવામાં આવે તેવી શકયતાઓ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.