પેલીકન રોટોફલેક્સ લી.ના સીએમડી ભરતભાઈ શાહે ‘અબતક’ની મુલાકાત દરમિયાન એન-૯૫ માસ્કની ખાસીયત વર્ણવી
એન-૯૫ માસ્ક બનાવવા વપરાયેલા દરેક પદાર્થનો ઉપયોગ વૈજ્ઞાનિક કારણ છે: જેમાં સરળતાથી શ્વાસ લઈ શકાય તે માસ્ક શંકાસ્પદ!
વાતાવરણમાં રહેલા ૯૫ ટકા હાનીકારક પાર્ટીકલ્સને શ્વાસો શ્વાસની ક્રિયામાં જતા રોકતું માસ્ક એટલે એન-૯૫ હોવાનું આજરોજ ‘અબતક’ની મુલાકાત દરમિયાન પેલીકન રોટોફલેકસ લી.ના સીએમડી ભરતભાઈ શાહ દ્વારા જણાવવામાં આવ્યું હતું. ‘અબતક’ની મુલાકાત દરમિયાન તેમણે એન-૯૫ માસ્ક કેવી રીતે વર્ક કરે છે તેની ઝીણવટભરી માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, માસ્કને આપવામાં આવેલું નામ એન-૯૫ એ ડબલ્યુએચઓ દ્વારા આપવામાં આવેલો એક પ્રકારનો કોડ છે. વિવિધ પ્રદેશના પ્રદુષણ મુજબ વિશ્ર્વ આરોગ્ય સંસ્થા દ્વારા માસ્કને કોડ આપવામાં આવે છે. એન-૯૫ની અંદર પણ અનેક પ્રકાર આવે છે. જેમાં એફએફ-૧, એફએફ-૨ અને એફએફ-૩ સહિતની પ્રકારોનો સમાવેશ થાય છે. જો કોઈ વેલ્ડીંગ કરતું હોય અથવા તો ખાણ ખનીજમાં કામ કરતું હોય તો તેની માટે આ પ્રકારના માસ્કનો ઉપયોગ થાય છે.
તેમણે વધુમાં કહ્યું હતું કે, માસ્કનું એક લેયર ઓછુ થાય એટલે તેનો મતલબ એન-૯૦ થાય છે. માસ્ક બનાવવામાં અનેક પ્રકારની સાયન્ટીફીક બાબતોનું પણ ધ્યાન રાખતું પડતું હોવાનું તેમણે કહ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, સામાન્ય રીતે એન-૯૫ માસ્કની જરીયાતબધાનેરહેતીનથી. મેડિકલ સ્ટાફને આ માસ્કની ખાસ જરૂર રહે છે. સંક્રમણરોકવામાટે હવામાન અને વ્યક્તિ વચ્ચે ઉભુ કરાતું પાર્ટીશ્યન એટલે એન-૯૫ એમ કહી શકાય. માસ્કમાં વાપરવામાં આવેલા નોજ સ્ટ્રીક સહિતના દરેક પદાર્થનો ખાસ હેતુ છે. નોઝ સ્ટ્રીકના કારણે શ્ર્વાસો શ્ર્વાસ દરમિયાન થતી મુસ્કેલીઓ ઓછી નડે છે. એમ પણ કહેવામાં ખોટુ નથી કે, જો સરળતાથી શ્ર્વાસ લઈ શકાય તો તે માસ્કને શંકાસ્પદ ગણવું જોઈએ. ૩૦ દિવસના સંશોધન બાદ ઝડપી ક્રિયાથી સંસ્થા દ્વારા એન-૯૫ માસ્કનું ઉત્પાદન કરવામાં આવ્યું છે અને હજુ આ માસ્ક અંગે વિવિધ નિષ્ણાંતોના સુચનો જાણવામાં આવી રહ્યાં છે.
નોંધનીય છે કે, કોરોના મહામારીને રોકવા માટે માસ્ક પહેરવું ખુબજ આવશ્યક છે. વર્તમાન સમયમાં દરેક વ્યક્તિ એન-૯૫ જેવું માસ્ક પહેરી શકે નહીં. પરંતુ આરોગ્ય કર્મચારીઓ માટે આ માસ્ક પહેરવું ખુબજ જરીછે. મહામારી થઈ ત્યારથી અત્યાર સુધીમાં ભારતમાં સ્થાનિક ક્ષેત્રે વધુને વધુ માસ્કનું ઉત્પાદન થવા લાગ્યું છે. સમય એવો હતો કે, એન-૯૫ અથવા તો તેના જેવા અન્ય માસ્કનું ઉત્પાદન ભારતમાં વધુ પ્રમાણમાં થતું ન હતું પરંતુ હવે રાજકોટ શહેરના ઉદ્યોગોએ માસ્ક બનાવવાનું બિડુ ઝડપી લીધું છે અને દેશના ખુણે-ખુણે માસ્ક પહોંચાડવામાં આવી રહ્યાં છે. તબીબો-મેડિકલ કર્મચારીઓને પુરતા પ્રમાણમાં માસ્ક મળી રહે તે માટે પુરી તાકાતથી કામગીરી થઈ રહી છે. ‘અબતક’ની મુલાકાત દરમિયાન ભાજપના આગેવાન દિનેશભાઈ કારીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.