રહસ્યની વાત આવે એટલે ભૂત પ્રેત, આત્માજેવા વિચારો આકાર પામે છે. તેવા સમયે વિજ્ઞાન પણ તેનો કમાલ દર્શાવે છે પરંતુ કોઇ જગ્યાએ આ બંને બાબતો કંઇ ન કરી શકે અને છતા પણ રહસ્ય અકબંધ રહે ત્યારે શું વિચારવું…! જી…હા…. અહીં વાત થાય છે એવા જ એક રહસ્યમયી ગામની જેમાં ગમે ત્યારે ગમે ત્યાં આગ લાગી જાય છે, વાત કરી રહ્યા છીએ ઇટાલીના સિસિલિયન વૈલી ઓફ કૈનેટો ડી કૈરોનિયાની જ્યાં સોફા, બેડ, બારીના કાચથી લઇ કાર ગમે તે સમયે સળગવા લાગે છે. રોજનો એક કિસ્સો તો પાકો જ છે. અહીં. આ બાબતે ઘણા એક્સપર્ટોએ અનેક ખુલાસાઓ આપવા સંશોધનો હાથ ધર્યા હતા પરંતુ બધુ જ નકામુ જ હતુ પણ એ રહસ્ય એમનું એમ જ છે જાતે જાતે દરવાજા ખુલી જાય તો ક્યારેક સ્વીચ ઓફ થઇ જાય અને વસ્તુ સળગી જાય છે આને ઘણા ખરાબ શક્તિ માને છે તો ઘણા અલૌકિક શક્તિ. પરંતુ ૨૦૦૭માં થયેલાં રીસર્ચ એવુ કહે છે કે અજ્ઞાત વિદ્યુત ચુંબકિય વિકિરણના કારણે આવી ઘટના આકાર પામે છે અથવા તો આ રીપોર્ટને એલિયન્સ સાથે કંઇક સંબંધ છે તેવું જણાવે છે પરંતુ આ રીતે ઘટતી ઘટનાઓને હજુ પણ લોકો અલૌકિક શક્તિ જ માને છે.
રહસ્યમયી ઘટના…. આ ગામમાં લાગે છે આપો આપ આગ…..!
Previous Articleઅગરબતીનો વધુ પડતો ઉપયોગ બિમારીનું ઘર સમાન…..
Next Article વડાપ્રધાન 20મી પછી ગુજરાત પ્રવાશે