મધરાતે લાગેલી આગ વહેલી સવારે કાબુમાં આવી!: મશીનરી, કાપડ અને સ્પેરપાર્ટ સહિતની ચીજ વસ્તુ સળગી ગઇ
રાજકોટ-ભાવનગર રોડ પર આટકોટ નજીક ખારચીયા પાસેની જીન્સ પેન્ટનું કાપડ બનાવતી કંપનીમાં મોડીરાતે અચાનક આગ ભભૂકતા મોટુ નુકસાન થયું છે. રાજકોટ, જસદણ, ગોંડલ અને જેતપુર ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોચી પાણીનો મારો ચલાવી વહેલી સવારે બુઝાની નાખી છે. આગ લાગવાનું કારણ કે કેટલુ નુકસાન થયું તે અંગે કંપનીના માલિકે જાહેર કરવાનું ટાળ્યું છે. કોરોના વાયરસના કારણે લોક ડાઉન જાહેર કરવામાં આવતા મીલ લાંબા સમયથી બંધ છે અને એક પણ મજુર હાજર નથી તેમ છતાં રાતે કંઇ રીતે આગ લાગી તે અંગે એફએસએલ દ્વારા તપાસ હાથધરવામં આવી છે.
ખારચીયા પાસેની જીન્સનું કાપડ બનાવતી આંગન ટેકટાઇલ પ્રા.લી., આનંદ ફેબ્રીકસ, ભૂમિ ટેકસટાઇલ, દેવ વિવિંગ મીલ, મહેક ટેકસટાઇલ, પારસ ટેકસટાઇલ, રવિ ફેબ્રીકસ અને સૃષ્ઠિ ફેશન નામની જુદી જુદી પેઢીમાં મોડી રાતે અચાનક આગ ભભૂકી હતી.
કોરોનાના કારણે લાંબા સમયથી બંધ મીલમાં આગ કંઇ રીતે લાગી તે અંગેની ઉંડી તપાસ આટકોટ પોલીસે એફએસએલની મદદ લઇ હાથધરી છે.
મીલ માલિક મહેશ મગનભાઇ ચોથાણીએ આગની ઘટના અંગે જસદણ ફાયર બિગ્રેડને જાણ કરતા ફાયર ફાયટર સાથે ઘટના સ્થળે પહોચે તે દરમિયાન આગે વિકરાળ સ્વપ ધારણ કરતા રાજકોટ, જેતપુર અને ગોંડલ ફાયર બ્રિગેડની ટીમની મદદ લેવામાં આવી હતી. જુદા જુદા ફાયર બ્રિગેડના આઠ ફાયર ફાયટર દ્વારા પાણીનો મારો ચલાવી વહેલી સવારે આગ બુઝાવવામાં આવી છે. આગના કારણે કાપડ અને મશીનરી, ઇલેકટ્રીક વાયરીંગ સળગી ગયા છે. આગ કંઇ રીતે લાગી અને કેટલું નુકસાન થયું તે અંગેની વિગતો જાહેર કરાઇ ન હોવાથી પોલીસે સીસીટીવી ફુટેજ મેળવવા તજવીજ હાથધરી છે.