બરડા નેસમાંથી સાર સંભાળી માટે લાવવામાં આવેલા સિંહ બાળની સારવારમાં કચાસ રખાઇ હોવાની ચર્ચા
જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં પોરબંદરના બરડા નેશમાંથી આવેલ બે સિંહબાળના મોત થયા હોવાનું સામે આવી રહ્યું છે પરંતુ સક્કરબાગમાં બે સિંહણના મોતના સમાચાર અને તેનું કારણ લોકો સુધી ન પહોંચે તે માટે અધિકારીઓ દ્વારા આ બાબતને છુપાવવા હવાતિયા મારી રહ્યા છે, આ બંને સિંહબાળના મોત કેમ થયા તેનું રહસ્ય પણ હજુ અકબંધ છે જુનાગઢ સક્કરબાગ ઝૂમાં પોરબંદર જિલ્લાના બરોડા સાત વીરડા નેશ ખાતે આવેલ જીનપુલ સેન્ટરથી ત્રણ સિંહ બાળને લાવવામાં આવ્યા હતા આ ત્રણેય સિંહબાળને તેની માતા સિંહણ દૂધ પીવડાવતી ન હોવાથી અહીં તેની સાર સંભાળ માટે લાવવામાં આવ્યા હતા પરંતુ મળી રહેલા સમાચારો મુજબ આ ત્રણમાંથી બે સિંહબાળના મોત થવા પામ્યા છે. જોકે સિંહ બાળના મોત અને તેના મોતનું સાચુ કારણ ઢાંકવા માટે અધિકારીઓ દ્વારા હવાત્યાં મારવામાં આવી રહ્યા છે, અને આ સિંહબાળના મોત અંગે કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી કે તેમના મોતનું રહસ્ય શું છે તે અંગે પણ અધિકારીઓ મૌન સેવી રહ્યા છે.