બાલાઘાટ જિલ્લાના વારાસિવની વન વિસ્તારમાં, ખડગપુર ગામપાસેથી નીકળતી રાજીવ સાગર બાંધની લહેરમાં શુક્રવારે વાઘણનું શબ મળ્યું હતું. ગામલોકોએ વન વિભાગ અને પોલીસને આ બાબતની જાણ કરી હતી. કટંગી, તીરોડી, વારાસિવની, રામપાયલી વિસ્તારની પોલીસો અને વારાસિવ વન વિભાગના કર્મચારીઓ ઘટના સ્થળ પર પોહ્ચ્યા હતા. વન વિભાગે વાઘણનો મૃતદેહ બહાર કાઢી અને કાન્હા નેશનલ પાર્ક મેનેજમેન્ટને માહિતી આપી હતી. માહિતી મળતા ડોગ સ્ક્વોડની ટીમ તુરંત તપાસ માટે પહોંચી હતી. વાઘણના શબને જોતા અંદાજો લગાવી શકાય કે મોત 24 કલાકની અંદર થઈ હશે. મોત તેવી રીતે થઈ તે અંગેની તાપસ વન વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે.

વાઘણનું જયારે મૃતદેહ મળ્યો ત્યારે તેના તમામ અંગોમાં કોઈ ખરોચ કે અન્ય નુકશાન જોવા મળ્યું નહીં. વાઘણનો શિકાર થયો હોય તે બાબતને અધિકારીઓએ નકારી દીધી છે. એક મળતી માહિતી મુજબ વાઘણના મોઢામાંથી લોહી નીકળ્યું હતું, તેના પરથી શંકા જાય કે તેને કોઈએ ઝેર આપ્યું હોય અથવા તેને કોરોના ચેપ લાગ્યો હોય, પણ તેનું મોત અત્યારે એક રહસ્યં છે, તેના મોત વિશે ફક્ત તર્કવિતર્ક સર્જાયા છે.

હાલમાં એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે કે, શિકારી લોકોએ હરણ અથવા અન્ય પ્રાણીઓનો શિકાર કરવા માટે કોઈ કરંટ મૂક્યો હશે, જેનો શિકાર વાઘણ થઈ હતી. વાઘણનું મૃતદેહ જોઈ શિકારીઓએ તેને કેનાલમાં ફેંકી દીધી હશે. વાઘણની મોત અંગે સાચી માહિતી તો પોસ્ટ મોટમ રિપોર્ટ આવ્યા બાદ જ ખબર પડશે.

Tigress
વાઘણની મોતનો અંદાજો લગાવતા એક કારણ એ પણ સામે આવે છે કે, જંગલી પ્રાણીઓથી વાવેતરને બચાવવા માટે ઘણા બધા ખેડૂતો ખેતરમાં કરંટ મૂકે છે, આ કરંટ વાઘણની મોતનું કારણ હોય શકે. પરંતુ વન વિભાગ પાસેથી કોઈ સ્પષ્ટ માહિતી ના મળે ત્યાં સુધી કઈ કહી શકાય નહીં.

WWF-India લાંબા સમયથી બાલાઘાટમાં વાઘની ​​વસ્તી વધારવા માટે કામ કરી રહ્યું હતું. તેઓ આ પ્રક્રિયાને ​​પુન:પ્રાપ્તિ સાઇટ અથવા TX2 સાઇટ કહે છે. તેઓનું 2020 સુધીમાં આ ક્ષેત્રમાં વાઘની ​​વસ્તી બમણી કરવાનું લક્ષ્ય હતું.

WWFના રિપોર્ટ મુજબ, બાલાઘાટ વાઘ વસૂલી સ્થળ બાયો ડાઇવર્સ મેકલ પહાડીઓમાં આવેલું છે. જેમાં 963 કિમી વિસ્તારમાં 2 જંગલો આવેલા છે. મધ્યપ્રદેશમાં કાન્હા અને પેંચ ટાઇગર રિઝર્વ સહિતના ઘણા અભિયારનો વસ્તીવાળા સ્થળોને જોડતા વિસ્તારો આવેલો છે, જેમાં ઓછા વાઘ ધરાવતા ક્ષેત્રો પણ છે, જેમાં અચનકમાર ટાઇગર રિઝર્વ છત્તીસગઢ અને મહારાષ્ટ્રમાં આવેલું નવેગાંવ-નાગઝિરા વાઘ સુરક્ષિત વિસ્તારોનો સમાવેશ થાય છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.