અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામમાં અસંખય બગલાઓના મોત નિપજતા હાહાકાર મચી જવા પામ્યો છે.કાલે વહેલી સવારેથી ટપોટપ બગલાઓના મોત નિપજતા હોવાનું જાણવા મળ્યું તંત્ર તાત્કાલીક ડેરવાળા પહોચ્યુ. અને સમગ્ર ઘટનાની ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
ઠંડીના કારણે બગલાઓના મોત નિપજયાનું પ્રાથમિક તારણ: મૃતદેહ રિપોર્ટ માટે મોકલાયા
ઠંડીના કારણે મોત નિપજયા હોવાની શંકા વ્યકત કરવામાં આવી હતી. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં એક જ રાત્રિમાં ફરી 8 ડિગ્રી જેટલું તાપમાન નીચે આવ્યું છે જેને લઇને સમગ્ર પંથકમાં ઠંડીનું મોજુ ફરી વળવા પામ્યો છે તેવા સંજોગોમાં જનજીવન પણ તૂટવા પામ્યો છે પશુ-પક્ષીઓને પણ અસર જોવા મળી રહી છે ઉલ્લેખનીય છે કે રાત્રિ દરમિયાન લોકોને તાપણા નો સહારો લઇ અને ઠંડીથી બચવાના પ્રયાસ હાથ ધરવામાં આવતા હોવાનું જાણવા મળ્યું છે ત્યારે જિલ્લામાં સરેરાશ ઠંડીનુ તાપમાન 14 ડિગ્રી જેટલું નોંધાયું છે.
મૃત બગલાઓના રીપોર્ટ કરાવવા મૃત દેહ મોકલી આપવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર શહેરના ગ્રામીણ વિસ્તારોમાં ફરી એક વખત ઠંડીના ચમકારાએ જોર પકડતાં લોકોને ઘરમાં રહેવાની નોબત સર્જાઇ છે તેવા સંજોગોમાં શિયાળુ પાકને ફાયદો થવાની શક્યતાઓ પણ ઠંડી એ જોર પકડતા દેખાઈ રહી છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં તાપમાન સતત ઘટી રહ્યું છે ત્યારે આ ડિગ્રી તાપમાન એક જ રાત્રિમાં ગગડ્યો છે અને વહેલી સવારથી લોકોએ ઠંડીનો અહેસાસ કર્યો છે.
તેવા સંજોગોમાં ઘરની બહાર ઝાકળ વર્ષા પણ સુરેન્દ્રનગર પંથકમાં નજરે પડી છે વહેલી સવારથી રોડ રસ્તા ઉપર પણ ઝાકળ જોવા મળી રહી છે જેને લઇને ચોક્કસ પડે શિયાળુ પાકને નુકસાન થશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ત્યારે ગત વર્ષે ઠંડી જરૂરથી મોડી શરૂ થઇ છે પરંતુ સારી ઠંડી અને ભેજવાળું વાતાવરણ હોવાના કારણે ખેડૂતોમાં પણ એક પ્રકારે આનંદની લાગણી વ્યાપી જવા પામી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાળા ગામે અંદાજિત 200થી વધુબગલાઓના મોત નિપજ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે તેવા સંજોગોમાં જનજીવન ખોરવાઇ જવા પામ્યો છે અને 12:00 બાદ સુરેન્દ્રનગર શહેરના રસ્તા ખુલ્લા થવા પામ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં 14 ડિગ્રી તાપમાન નોંધાવા પામ્યું છે ત્યારે લખતર તાલુકાના ડેરવાડા ગામે એક જ રાત્રિમાં 200થી વધુ બગલાના મોત નિપજવા પામ્યું છે.જેને લઈને જીવદયા પ્રેમીઓમાં શોકનું મોજુ ફરી વળ્યું છે તંત્રને આ બાબતની જાણકારી થતાં ઘટનાસ્થળે દોડી ગયું છે અને ત્યાં પીએમ રિપોર્ટ પણ કરવામાં આવ્યા છે ત્યારે બંગલાઓના મૃત્યુ પામેલ સબ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો છે.
બગલાઓના મૃતદેહતળાવમાં તરતા નજરે પડ્યા
સુરેન્દ્રનગર જિલ્લામાં ઠંડીના ચમકારા વચ્ચે પશુ-પક્ષીઓના જનજીવન પણ ખોરવાયા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ડેરવાડા ગામે ઠંડીના કારણે એક જ રાત્રી 200થી વધુ બંગલાઓના મોત નિપજવા પામ્યું છે ત્યારે આ બંગલા મૃતદેહ તળાવમાં કરતા નજરે પડ્યા છે.
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલ્ડ વેવ ની પરિસ્થિતિ :
14 ડિગ્રી તાપમાન સાથે વાતાવરણમાં 38% ભેજનું પ્રમાણ નોંધાયું
સુરેન્દ્રનગર જિલ્લામાં કોલ્ડ વેવ ની પરિસ્થિતિ સર્જાય છે તાપમાન સતત ગગડતો નજરે પડ્યું છે 14 ડિગ્રી તાપમાન થઇ જવા પામ્યું છે. તેવા સંજોગોમાં વાતાવરણમાં પણ 38% ભેજનું પ્રમાણ નોંધાયું છે ત્યારે હાલમાં સુરેન્દ્રનગર જિલ્લો ઠંડોગાર બની જવા પામ્યો છે લોકો ઘરમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે રાત્રી દરમ્યાન તાપમાન નો સહારો લઇ અને લોકો ઠંડી ઉડાડી રહ્યા છે તેવા સંજોગોમાં સુરેન્દ્રનગર જીલ્લાનું જનજીવન ઠંડીના કારણે ખોરવાઇ જવા પામ્યો છે રજાના દિવસોમાં શહેરી વિસ્તારના રસ્તાઓ પણ સુમસામ નજરે પડી રહ્યા છે.