ઝટકા મશીનથી ગાયનું મોત થયાનું જણાવી પશુપાલકે વાડી માલિક વિરૂઘ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ કરી

હળવદ તાલુકાના ચરાડવા ગામની સીમમાં વાડી માલિકે પોતાની વાડીએ લગાવેલ ઝટકા મશીન ના તારને  અડી જતા એક ગાયનું મોત નીપજ્યું હોવાની પશુપાલકે હળવદ પોલીસ મથકે લેખિતમાં આપતા પોલીસ દ્વારા બનાવ અંગેની વધુ તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે

બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના ચરાડવા ગામે રહેતા ભરતભાઈ ભરવાડ પોતે પશુપાલન વ્યવસાય સાથે સંકળાયેલા છે અને આજે તેઓ પોતાના પશુઓ લઈ દેવીપુર, સમલી રોડ પર ચરાવવા માટે ગયા હતા જોકે સાંજ પડતા ઘરે પરત આવી રહ્યા હતા ત્યારે એક ગાય પાછળ રહી જતા અને ઘરે પરત ન ફરતા પશુપાલકે શોધખોળ હાથ ધરી હતી

એવામાં ચરાડવા ગામની સીમમાં આવેલ મોરી પ્રવીણભાઈ ઘનશ્યામભાઈ ની વાડીએ ખેતર ફરતે મુકેલ ઝટકા મશીન ના તારને  અડી જતા ગાય મૃત હાલતમાં પડી હતી જોકે પોલીસ માં આપેલ ફરિયાદમાં એમ પણ જણાવ્યું છે કે ગાય જે જગ્યાએ પડી હતી ત્યાં તેના મોઢામાં ઝટકા મશીન ના તાર પણ જોવા મળ્યા હતા એટલે ગાયનું શોટ લાગતા મોત નિપજ્યું છે

જેથી બનાવની જાણ ગૌ પ્રેમી ઓને તથા ગૌ પ્રેમીઓ ચરાડવા ખાતે દોડી ગયા હતા તેમજ પશુપાલક ભરતભાઈએ હળવદ પોલીસ મથકમાં વાડી માલિક સામે કાયદેસરની કાર્યવાહી કરવા લેખિતમાં ફરિયાદ આપી છે

બનાવને પગલે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે જોકે ગૌ પ્રેમીઓ એવા પણ સવાલ ઉઠાવી રહ્યા છે કે માત્ર ઝટકા મશીન ના કરંટ થી ગાયનું મોત થઈ શકે..?

જે તાર ને ગાય અડી એ તારમાં ઝટકા મશીન નો પાવર આપવામાં આવતો હતો કે સીધોજ પાવર આપવામાં આવી રહ્યો હતો તે પણ તપાસ કરવી જરૂરી છે.? આવા અનેક સવાલો ગૌ પ્રેમી યુવાનો ઉઠાવી રહ્યા છે

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.