તમને જાણીને આશ્ર્ચર્ય થશે કે ગર્ભમાં રહેલા શિશુના હૃદયની મુખ્ય સંરચના માત્ર ચાર જ દિવસમાં બની જાય છે. માનવ હદ્યના નિર્માણના ચર મુખ્ય દિવસની વાત એક અભ્યાસ દ્વારા બહાર આવી છે. સંશોધકોના જણાવ્યા અનુસાર આ અભ્યાસ પરથી ગર્ભપાત રોકવાના નવા ઉપાય અંગ પણ જાણકારી મેળવી શકાશે.

નેચર જર્નલ સાયન્ટિફિક રિપોટ્સમાં પ્રકાશિત થયેલા અહેવાલ અનુસાર સંશોધન કારોએ ગર્ભાવસ્થાના ૧૩ થી ૨૦ સપ્તાહ દરમિયાન જોયુ કે ગર્ભમાં હૃદયનો વિકાસ કેવી રીતે થાય છે. બ્રિટનની યુનિવર્સિટી ઓફ લીડ્સના સંશોધકનોએ એમ આર આઇ ટેકનોલોજી ખાસ કરીને તૈયાર કરેલી અલ્ગોરિદમ અને કમ્પ્યુટર સોફ્ટવેર દ્વારા ગર્ભમાં ૨૩ ભ્રુણ હદ્યનો વિકાસ જોયો હતો.

સંશોધન કારોએ ગર્ભાવસ્થાના ૧૨૪ દિવસમાં ચાર દિવસ દરમ્યાન સૌથી નોંધપાત્ર પરિવર્તન જોયુ હતું. જેમાં હદ્યની માંસપેશીઓ ઉંડાણ સુધી નાનકડા સમયગાળા દરમિયાન ઝડપથી વિકસિત થઇ જાય છે. આ મુદ્ત સમયગાળા દરમિયા કાર્ડિયાક ફાઇબર દ્વારા હેલિક્સ આકાર બને છે. અને હદ્યના ચારેય ખૂણા તૈયાર થાય છે. સૌથી જરુરી છે. આવી સંરચના.

સંશોધનકારોના જણાવ્યા અનુસાર હદ્યની આ પ્રારંભિક સંરચના વગર ગર્ભની બહાર ભ્રુણ જીવિત રહી શકતુ નથી. ૧૦માંથી એક ગર્ભપાતનું કારણ હાર્ટફેઇલ થઇ જવાના કારણે થાય છે. સંશોધન કારોએ હદ્ય વિકસિત થવાની તંત્રની પણ ઓળખ કરી લીધી છે. જેમાં ચાર મહત્વના દિવસો દરમિયાન કેન્નેકિસન-૪૦ અને કેન્નેકિસન-૪૩ પ્રોટીનનું સ્તર વધી જાય છે. બ્રિટનની હરહમ યુનિવર્સિટીના જેન્સ ડચલરના જણાવ્યા મુજબ આ પ્રોટીન જ હદ્યની કોશિકાઓની પરસ્પર સંપર્ક સાધવામાં મદદ કરે છે.

યુનિવર્સિટી ઓફ લીડ્સના એલિફેટેરિયા પર્વનરાકીના જણાવ્યા અનુસાર ગર્ભાવસ્થા દરમિયાન વિકસિત થતા સૌથી મહત્વપુર્ણ સમયની જાણકારી  અમે મેળવી લીધી છે. અને તેની હવે અમે આ ચીજ પર અભ્યાસ કરી શકીએ છીએ. કે આ નાજુક સમય દરમિયાન કઇ બાબતોને ધ્યાનમાં રાખીને. ગર્ભપાતના કેસમાં ઘટાડો કરી શકાય છે ? હદ્યના ચાર કક્ષના વિકાસના મહત્વના ચાર દિવસની જાણકારી થતા ડોક્ટરો માટે એ સંભાવના ખુલ્લી ગઇ છે કે તે આ દરમિયાન શિશુ પર ખાસ વોચ રાખી શકે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.