દ્વારકાના રૂપેણ બંદરમા ગેરકાયદેસર વસવાટ કરતી મ્યાનમારની મહિલા અને મદદગાર કરનાર બે શખ્સોને જિલ્લા એસ.ઑ.જી. એ જડપી પાડ્યા
દેવભૂમિ દ્વારકા જિલ્લો દરિયાઇ વિસ્તારની પટ્ટીમાં છેવાડાનો વિસ્તાર આવેલ હોવાથી દરિયાઇ માર્ગ મારફત ઘૂસણખોરી કરવામાં આવતી હોય છે ત્યારે દ્વારકાના રૂપેણ બંદરમાં બિન ભારતીય અને ગેરકાયદેસર રીતે વસવાટ કરતી મૂળ મ્યાનમારની મહિલાને જિલ્લા એસઑજી પોલીસે બાતમીના આધારે તપાસ કરી પૂછપરછ કરતાં મહિલા અહી દોઢ વર્ષથી કોઈપણ જાતના ભારતીય નાગરિત્વં પુરાવા કે ભારત આવવાના માટેનો પાસપોર્ટ ના હોવાનું જણાવતા પોલીસ દ્વારા તેમની ઊંડી તપાસ માટે જોઇન્ટ ઇન્સસ્ટ્રોગેસન માં રાખવામા આવી પૂછપરછ કરતાં મહિલાએ પોતાનું નામ રૂકિયા નુરમિયાં સૈયદ કાદરી હોવાનું જણાવી તેમણે તમામ વિગતો જણાવી હતી.
જડપાયેલી મહિલા રુકિયા નુરમિયા રહે.કવપ્લિન, જીલ્લો. મુંડોન, દેશ બર્મા (મ્યાનમાર)માં હતી ત્યારે દ્વારકાના રૂપેણ બંદરમાં રહેતી આશિયાના અહેમદુલ્લા ઉર્ફે સુરતી સૈયદ કાદરી સાથે ટેલિફોનિક સંપર્ક માં હતી અને તેને અહી ભારત આવવા માટે મૂળ કવપ્લિન મ્યાનમાર અને હાલ રૂપેણ બંદરમાં રહેતા અને માછીમાંરીનો વ્યવસાયી કરતાં અબ્દુલ રસિદ ઉર્ફે રસીદ નુરમિયા સૈયદ કાદરીએ માર્ગ દર્શન આપેલ હતું અને અહી ભારત આવવા માટે પૈસા અને રેહવાની વ્યવસ્થા કરી આપવામાં આવેલ હોવાનું જનવયુ હતું મહિલાને રેહવા માટેની મદદગારી અહેમદુલ્લા ઉર્ફે સુરતી અબ્દુલ્લા રોજીઉલ્લા સૈયદ કાદરીએ કરી હોવાનું કબૂલ્યું હતું આથી પોલીસ દ્વારા મદદગારી કરનાર બંને શખ્સોને પણ જડપી પાડી પૂછપરછ હાથ ધરવામાં આવી છે.
મહિલા મ્યાનમાર મારની બોર્ડર પાર કરી બાંગ્લાદેસ બોર્ડર પરથી અલગ અલગ વાહન અને દલાલના મારફત આલીગઢ પહોચી હતી અને ત્યાં ઉપરોક્ત આરોપી અબ્દુલ રશિદના સાસુ ફાતિમાબાનુંના ઘરે 10 થી 15 દિવસ રોકાઈ અને ટ્રેન મારફત દ્વારકા પહોચી હોવાનું જણાવ્યુ હતું.