જામનગરમાં અપરણીત ભાઇએ પોતાની બહેનને ગળા ટુંપો દઇ મારી નાખી પોતે પણ ઝેરી દવા પી લઇ આપઘાત કરી લેતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાહ જાગી છે.
આ બનાવ અંગે મળતી માહીતી મુજબ શહેરના રામેશ્ર્વર નગરમાં રહેતાન અને મહાપાલિકામાં ટેકસ શાખામાં નોકરી કરતા અનિલ છગનભાઇ જેઠવા (ઉ.વ.૫૮) તથા તેના બહેન હર્ષિદાબેન છગનભાઇ જેઠવા બન્ને ભાઇ-બહેન છે. બન્ને અપહણીત છે. અને સાથે જ રહે છે.
મંગળવારે રામેશ્ર્વરનગર ખાતેના રહેણાંકમાંથી હર્ષિદાબેન છગનલાલ જેઠવા (ઉ.વ.૬૭) ની લાશ મળી હતી. મકાનમાં કંઇક શંકાસ્પદ હોવાનું જણાવતા પોલીસને જાણ કરાઇ હતી. પોલીસે ઘરમાં તપાસ કરતા હર્ષિદાબેનની લાશ મળી હતી. શંકાસ્પદ લાશ મળતા પોલીસે લાશને હોસ્૫િટલે ખસેડી હતી. અને પોસ્ટ મોર્ટમ કરાવ્યું હતું.
પોસ્ટ મોર્ટનમાં ગળુ દબાજી મારી નખાવાનું બહાર આવ્યું હતું. ઘરમાંથી બહેનની લાશ મળી હતી પણ ભાઇ અનિલ ઘરેથી ગુમ થઇ ગયો હતો આ અંગે પોલીસે તપાસ હાથ ધરી હતી.
દરમિયાન ગઇકાલે અનિલ જેઠવાનો મૃતદેહ જુની આર.ટી.ઓ. કચેરી પાસેથી મળ્યો હતો. પોલીસે લાશનો કબ્જો લઇ પી.એમ. કરાવતા તેણે ઝેર પી લઇ આપઘાત કર્યાનું ખુલ્યું હતું.
લાશ નજીકથી સ્યુસાઇડ નોટ મળી આવી હતી. સ્યુસાઇડ નોટમાં તેણી લખ્યું હતું કે ‘મારી બહેન હર્ષિદા માટે ખુબ જ ઘ્યાન રાખતી હતી. હું તેને પણ સાથે લેતો જાવ છું.’
આમ આ બનાવથી સમગ્ર શહેર જીલ્લામાં ભારે ચકચાર જાગી છે. વધુમાં મળતી માહીતી મુજબ પરિવારમાં ભાઇ અને બહેન જ હતા અને રામેશ્ર્વરનગરમાં રહેતા હતા. બન્ને ભાઇ-બહેન અપરીણીત હતા. અનિલભાઇ એપ્રિલ ૨૦૨૧માં નિવૃત થવાના હતા અને છેલ્લા કેટલાક સમયથી માનસિક અસ્થિર બન્યા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.