ભારદ્વાજની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે બ્રહ્મ અગ્રણીઓને પરશુરામ એવોર્ડ  અપાશે

સ્વ.અભયભાઈ ભારદ્વાજ દ્વારા સંપૂર્ણપણે બ્રહ્મ સમાજના ઉત્કર્ષ માટે જેનો પાયો નાખ્યો હતો એ પરશુરામ યુવા સંસ્થાન દ્વારા ભવ્ય એવોર્ડ અર્પણ કાર્યક્રમ યોજાશે

ભગવાન પરશુરામના આદર્શ ને જીવનમાં ખરા અર્થમાં ચરિતાર્થ કરી બ્રહ્મ સમાજના ઉત્કર્ષ માટે જીવન આખું ખર્ચી નાંખનાર, રાજ્ય સભાના પૂર્વ સાંસદ અભયભાઈ ભારદ્વાજ ની પ્રથમ વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ વિધિ ના એક ભવ્ય કાર્યક્રમનું રાજકોટમાં આયોજન કરવામાં આવ્યું છે,

પરશુરામ યુવા સંસ્થાન રાજકોટ દ્વારા 1 ડિસેમ્બર 2021 બુધવારના રોજ યોજાનારા પરશુરામ એવોર્ડ સમારોહ અંગે અંબ તક ની મુલાકાતે આવેલા પરશુરામ યુવા સંસ્થાનના અંશભાઈ ભારદ્વાજ, નિરંજનભાઇ દવે, પંકજભાઈ દવે, સમીરભાઈ ખીરા, સૌરભ ભાઈ જોશી, કુણાલભાઈદવે, જયેશભાઈ ભટ્ટ,  યોગેશભાઈ ભટ્ટ, દીપકભાઈભટ્ટ અતુલભાઇ જોશી અને પૂર્વેશ ભાઈભટ્ટે કાર્યક્રમ ની વિસ્તાર પૂર્વક ની વિગતો આપતા જણાવ્યું હતું કે સ્વ અભયભાઈ ભારદ્વાજ ની પ્રથમ પુણ્ય તિથિ નિમિત્તે પરશુરામ એવોર્ડ અર્પણ નો આ કાર્યક્રમ 1 ડિસેમ્બર 21બુધવારે સાંજે સાડા પાંચ વાગે આત્મીય કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે યોજાશે,

સ્વ અજયભાઈ ભારદ્વાજ દ્વારા સ્થાપિત પરશુરામ યુવા સંસ્થાન છેલ્લા 25 વર્ષથી સમાજમાં વિશિષ્ટ યોગદાન આપનાર તેજસ્વી વ્યક્તિઓને પરશુરામ એવોર્ડ પ્રદાન કરતી આવી છે, આ પરંપરા ચાલતી રહે તેવી અભય ભાઈની ઇચ્છાને મૂર્તિમંત કરવાનો સંકલ્પ કરી તેમના પુત્ર અને યુવા ધારાશાસ્ત્રી અંશભાઈ ભારદ્વાજે પિતાની આ ઇચ્છાને સાકાર કરવા માટે સમાજ સેવા ક્ષેત્રે વિશિષ્ટ પ્રદાન કરનારા બહુમુખી પ્રતિભા ધરાવતા પાંચ વ્યક્તિઓને પરશુરામ એવોર્ડથી સન્માનિત કરવા ના સંકલ્પ સાથેના આ કાર્યક્રમમાં આયોજન કર્યું છે

એવોર્ડ માટે સમાજના વિવિધ ક્ષેત્રના ચુનંદા પાંચ વ્યક્તિ વિશેષો ને પસંદ કરવામાં આવ્યા છે જેમાં સુપ્રસિદ્ધ ધારાશાસ્ત્રી અને બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના પૂર્વ વાઇસ ચેરમેન અને બાર કાઉન્સીલ ઓફ ગુજરાતના પૂર્વ ચેરમેન નટવરલાલ ભટ્ટ અને સમાજ પ્રત્યેની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવા માં આવશે બ્રહ્મ સમાજના અગ્રણી બિનવિવાદાસ્પદ વ્યક્તિ જે રાજકોટના વિકાસમાં સાતત્યપૂર્ણ પ્રદાન કરવા સાથે રાજકોટ થી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોંગ્રેસના કોર્પોરેટર અને વિરોધ પક્ષના નેતા તરીકે કામગીરી કરી સહકારી ક્ષેત્રના અગ્રણી તરીકેની જવાબદારી નિભાવી છે

તેવા સુધીરભાઈ જોશી ઉપરાંત સુપ્રસિદ્ધ ન્યુરોસર્જન તેમજ રાજકોટ ખાતે આકાર પામનાર સમગ્ર ગુજરાતનું પ્રથમ ગ્રહ ક્ધયા છાત્રાલય ના સ્થાપક કે જેમણે બ્રહ્મ ક્ધયા છાત્રાલયનો વાર્ષિક ખર્ચ પણ પોતાના અંગત રીતે ભોગવી છે તેવા ડોક્ટર પ્રકાશ મોઢા રાજકોટમાં કાંતિ સર્જક વિકાસની કેડી કંડારનાર ઉદ્યોગપતિ અને સંયુક્ત રાષ્ટ્રસંઘની સસ્તા યુનિસેફ સાથે જોડાણ કરીને આફ્રિકા ના દેશો માં વોટર પંપ અને પાણીજન્ય રોગો સામે જાગૃતિ લાવવા માટે અમૂલ્ય યોગદાન આપનાર અને ઈટાલીમાં યુદ્ધની અસર પામેલા અને ઈરાક જેવા દેશોમાં વોટર પંપ સેટ લગાવીને ત્યાંના લોકોની પાણીની સુવિધાઓ પૂરી પાડનાર ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ કે.આર.નારાયણ અને શંકર દયાળ શર્મા ના હસ્તે એક્સપોર્ટ એવોર્ડ વિજેતા ઉદ્યોગપતિ જયદેવ રસિકભાઈ દવે (કે.રસિકલાલ વાળા) બાબુલીન ભાઈ) અને રાજકોટના શિક્ષણ ક્ષેત્રે અગ્રણી સંસ્થા લાલ બહાદુર શાસ્ત્રી કેળવણી મંડળ મહાલક્ષ્મી ફાઉન્ડેશન  સ્કાઉટ ગાઈડસંઘમાં સેવા આપનાર મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ માં બાલમંદિર થી લઈને એન્જિનિયરિંગ કોલેજ સુધીના 26 સંસ્થાઓના સુકાની તેમજ અગ્રણી કેળવણીકાર લાભુભાઈ ત્રિવેદી ના સુપુત્રી ડોક્ટર કલ્પનાબેન ત્રિવેદી કે જેવો હેલીબેન ના નામથી જાણીતા છે તેઓ સહિત વિવિધ ક્ષેત્રના આમ કુલ પાંચ વ્યક્તિ વિશેષો ને પરશુરામ એવોર્ડ એનાયત કરીને તેમનું બહુમાન કરવામાં આવશે

અભયભાઈ ભારદ્વાજ નું સપનું સાકાર કરી તેમને સાચી અંજલિ આપવાના આ કાર્યક્રમમાં સંત શ્રી પરમાત્મા નંદ સરસ્વતી સંત શ્રી ત્યાગ વલ્લભ સ્વામી જી સંત શ્રી ઘનશ્યામ દાસ જી મહારાજ શાસ્ત્રી રમેશભાઈ ની ઉપસ્થિતિમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પૂર્વ શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા અને બ્રહ્મ સમાજના અગ્રણી તથા ભારદ્વાજ પરિવારના મોભી નીતિનભાઈ તેમજ સમગ્ર ભારદ્વજ પરિવાર દ્વારા પુષ્પાંજલિ તેમ જ ગુજરાત સંગીત નાટક એકેડમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટની વિશેષ ઉપસ્થિતિમાં સૌરાષ્ટ્રના નામી કલાકારો માં સુપ્રસિદ્ધ સાહિત્યકાર અને બ્રહ્મ ગૌરવ સાઈરામ દવે ઉપસ્થિત રહીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાશે આ કાર્યક્રમમાં ગ્રામ પરિવારના તમામ ગોરો ના હોદેદારો અગ્રણીઓ કાર્યકરો તેમજ વિવિધ ધર્મ સંસ્થાઓના આગેવાનો ઉપસ્થિત રહેવા પરશુરામ યુવા સંસ્થાન પરિવાર દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે હું અભય ભાઈ એટલે ભગવાન પરશુરામના  અંશ. જીવનભર તેમણે પરશુરામ ની સાચી ઓળખ સમાજને અપાવવાનો પ્રયાસ કર્યો:

અભયભાઈ ભારદ્વાજ ની વ્યક્તિગત પ્રતિભા અને તેમના જીવન ના સિદ્ધાંતો માં ભગવાન પરશુરામના પ્રતિબિંબના દર્શન થતાં હતાં આજે તેમના વિચારો ને વધુ વ્યાપક બનાવવા માટે સંસ્થાનું શું આયોજન છ? અબ તકદ્વારા પૂછાયેલા હુ પ્રશ્નમાં તેમના પુત્રઅંશ ભારદ્વાજે જણાવ્યું હતું કે અભય ભાઈ માં બ્રહ્મ કલ્યાણ અને ધર્મ રક્ષા ના ભગવાન પરશુરામ જેવા સંસ્કારો હતા તેમની સેવા વ્યાપક હતી તમામ લોકો તેમને ચાહતા હતા તેમણે આ સંસ્થા સ્થાપના 40 વર્ષ પહેલા કરીને ખાસ ધ્યાન રાખી સંસ્થાનું ક્યાંય રજિસ્ટ્રેશન કરાવ્યું નથી સંપૂર્ણપણે સંસ્થા કોઈપણ પ્રકારના ફોર્મેટ વગરની રાખી છે  સંસ્થામાં કોઈ હોદા નથી કોઈ હોદ્દેદાર નથી પરંતુ બધા સભ્ય છે અને બધા નિર્ણાયક છે સંસ્થાનું એકમાત્ર હેતુ આખા બ્રહ્મ સમાજને એક કરીને રાખવાનું છે અભય ભાઈ ના વિચારો અને સંસ્કારો આ સંસ્થા દ્વારા કાયમ જીવંત રાખવાના પ્રયાસો કરવામાં આવશે અને તે સર્વવ્યાપી ધોરણે આવકાર્ય બની છે આજ અભયભાઈ ના પરશુરામ જેવા વિરાટ વ્યક્તિત્વના પુરાવા ગણી શકાય

આ સંસ્થા દ્વારા જે કાર્યક્રમો આપ્યા તે ધર્મ સમાજને ગૌરવ અપાવનારા અને ભગવાન પરશુરામને અમર બનાવનારા બની રહ્યા છે સંસ્થા દ્વારા સૌપ્રથમવાર પરશુરામ યાત્રાનું પ્રારંભ કરવામાં આવ્યો જે માત્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં પ્રથમ હતી રાજકોટમાંથી શરૂ થયેલી પરશુરામ યાત્રા ની પહેલ સમગ્ર દેશમાં વ્યાપી ગઈ આમ અભયભાઈ ભારદ્વાજ ના ભગવાન પરશુરામ ના સંસ્કારો ના પ્રચાર પ્રસાર માટેના પ્રયાસો આજે દેશ વ્યાપી બન્યા છે એ જ આ સંસ્થાની અને અભય ભાઈ ની સફળતા ગણી શકાય અભયભાઈએ સપનું જોયું હતું કે આ સંસ્થા દ્વારા સમાજના વિકાસ કામો થાય અને ખાસ કરીને યુવાનોમાં સંસ્કાર અને જાગૃતિ આવે અભય ભાઈ નું સપનું આજે પૂરું થઈ રહ્યું છે અને સતત પણે પૂરું થતું રહેશે તેવા પ્રયાસો એ જ અભય ભાઈની વ્યક્તિત્વ ની વિરાટતા અને ભગવાન પરશુરામ સાથેની સમીપતા નો પુરાવો છે

સ્વ.અભયભાઈ ભારદ્વાજની પ્રથમ પુણ્યતિથિ ના આ કાર્યક્રમની જાહેરાત સાથે જ સમાજમાંથી સાર્વત્રિક જબ્બર પ્રતિસાદ

અબતક ના આ પ્રશ્ન અંગે ભાવ વિભોર થઈ અભયભાઈ ના કાર્ય અભિયાનને આગળ ધપાવો નાર પુત્રઅંશ ભારદ્વાજે જણાવ્યું હતું કે પિતા એ આ સંસ્થાનું નિર્માણ સમાજના ઉત્કર્ષ માટે કર્યું હતું અને પ્રારંભથી જ કોઈપણ જાતના રજીસ્ટ્રેશન વગરની આ સંસ્થામાં ક્યારેય કોઈને હોદા અપાતા નથી અને કોઈ લેતું નથી સંસ્થા સંપૂર્ણપણે સમાજની સેવા માટે જ બની છે આ કાર્યક્રમની જાહેરાત થતાની સાથે જ અમને સમાજના તમામ લોકોનો ખૂબ જ ટેકો મળી રહ્યો છે વ્યવસ્થા માટેની પ્રથમ બેઠકમાં અમને હતું કે 20 25 આગેવાન આવશે પરંતુ દોઢસોથી વધુ આગેવાનો આવ્યા અને ખુરશી ઘટી અમને વિશ્વાસ છે કે કાર્યક્રમના દિવસે ઓડિટોરિયમ પણ ટુંકુ પડશે અને સમાજમાંથી બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે વેરાવળના એક સજ્જન નો ફોન આવ્યો હતો કે અભય ભાઈ ને હું જોઈએ ઓળખતો નહોતો પરંતુ સમાજસેવાનું તેમનું કામ મેં ખૂબ જ સાંભળ્યું છે મારા જેવું કંઈ કામ હોય તો કેજો

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.