ફરજમાં રુકાવટ અને જાહેરનામાં ભંગનો નોંધતો ગુનો
વેરાવળમાં દિનપ્રતિદિન જાણે લુખ્ખાઓનો ત્રાસ વધી રહ્યો હોય અને સામે ખાખીનો કોઈ ડર જ ન રહ્યો હોય તેવો કિસ્સો પોલીસ મથકમાં નોંધાયો છે. વેરાવળમાં બે શખ્સો માસ્ક વગર બહાર નીકળ્યા હતા. જે બાબતે પોલીસે અટકાવતા બંને શખ્સોએ પોલીસ પર હુમલો કર્યો હતો.
વર્તમાન કોરોના મહામારીના અનુસંધાને હેડ કોન્સ્ટેબલ હેમતસિંહ જેશીંગભાઇ જાદવ સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યાં હતા. દરમ્યાન વેરાવળમાં બસ સ્ટેશન સામે ડો.પ્રશ્નાણીની ગલીમાં આવેલા અર્પણ મેડીકલ સ્ટોર પાસે દવા લેવા લોકોની ભીડ હોવાથી તમામને સોશિયલ ડીસ્ટન્સ જાળવી લાઇનમાં ઉભા રહેવા સુચના આપી રહેલા હતા. આ સમયે કાળા કલરના એકટીવા ઉપર માસ્ક પહેર્યા વગર આવેલા બે યુવકોએ એકટીવાને રસ્તાની વચ્ચોવચ ઉભી રાખી દીધું હતું.
જેથી પોલીસે આ બાબતે ટપારતા સામે વાળા શખ્સે “મારૂ નામ સંજય મોરી છે અને માસ્ક નથી પહેરવું તારાથી થાય તે કરી લેજે અને બન્ને ભુંડી ગાળો આપી કાઠલો પકડી ઝાપટ મારી દીધેલ” તથા ઢીકા મારી કરીને કહેલ કે, અમને રોકીશ તો તને જાનથી મારી નાખીશું તેવી ઘમકી આપી હતી. આ સમએ અન્ય પોલીકર્મી પ્રતાપગીરી સ્થળ પર આવી જતા એક યુવક નાસી ગયો હતો જયારે એક યુવક ઝડપાઇ ગયો હતો.