પ્રારંભિક તબકકાથી જ મધુબાલાનું જીવન સખત ઉતાર-ચઢાવ ભરેલું રહેલું: ઇમોશનલ કલાકાર, નાના બાળક જેવા મનમોહક ‘પ્રતિભાવ’થી સેંકડો લોકોના દિલ જીત્યા !!: બ્યુટી કિવન મધુબાલાની સરખામણીમાં આજની બોલીવૂડની કોઇ હસ્તી ટકી ન શકે !!
મેરા નામ… ચુન… ચુન… ચુન… બાબા, ચુન… ચુન… ચુન… હિન્દી ફીલ્મ જગતની ‘ગ્રેટા ગાર્બો’ ગણાતી મધુબાલાનું જીવન ટુંકુ રહેલું પણ સાથે તેમની આ જીવન ગ્રાંથા અતિસંધર્ષ ભરેલી પણ રહેલી, ૩૬ વર્ષના જીવનકાળમાં તેમણે સખત ઉતાર-ચઢાવ જોયેલા અને વેઠેલો કહેવાય છે ને કે… કાદવમાંથી જ કમળ ખીલે…. મધુબાલાએ આ વાત સાચી ફેરવી બતાવી છે, ‘કાદવમાંથી જ કમળ’ સમાન મધુબાલાએ ટુંકા ગાળામાં ૭૦ થી વધુ ફીલ્મોમાં કામ કરી અનેક હીટ ફીલ્મો આપેલી એટલું જ નહીં, ૧૯મી સદીમાં જયારે ભારતીય સિનેમા જગતની હસ્તીઓને ડોક, કમર લચક કરવાનું પણ અધરું પડતું એ સમયે મધુબાલાએ બેલી ડાન્સ કરી ચાહકોના દીલ જીત્યા હતા. મધુબાલા અમેરિકા, સ્વીડન એકટ્રેક ‘ગ્રેટા ગાર્બો’ ની સમાન પ્રતિભા ભારતીય સિનેમા જગતમાં ધરાવે છે. કહેવાય છે કે, મધુબાલા ‘દિલ’ ના નાંદુરસ્ત, નબળા હતા જે દીલથી કામ કરતી એને અંતે ‘દીલ’ એ જ દગો દીધો. તેના મનમોહક એકસપ્રેસન સેંકડો ચાહકોમાં અનોખી છાપ છોડતા, નાના બાળક જેવા પ્રતિભાવ અને ઇમોશનલ સ્વભાવે અનોખી ‘પ્રતિભા’ છોડેલી.મુમતાઝ જહાન બેગમ દહલવી જેને આપણે મધુબાલા તરીકે ઓળખીએ છીએ. તેમનો જન્મ ૧૪ ફેબ્રુઆરી ૧૯૩૩ ને મૃત્યુ ર૩ ફેબ્રુઆરી ૧૯૬૯ એટલે માત્ર ૩૬ વર્ષની જ તેમની જીંદગી હતી. હિન્દી ફિલ્મ જગતની સૌથી પકડી અભિનેત્રી મધુબાલાના પ પાછળ ફિલ્મ કલાકારો સાથે સમગ્ર દેશનું એ જમાનાનું યુવા ધન પાગલ હતું. તેમને પોતાના ફિલ્મ જીવનની શઆત ૧૯૪૨માં આવેલી ‘બસંત’ ફિલ્મમાં બાલ કલાકારથી કરી, માત્ર પાંચ વર્ષ બાદ ૧૯૪૭ ‘નીલકમલ’ ફિલ્મમાં હિરોઇન તરીકે ચમકી હતી. ૧૯૪૯માં આવેલી ‘મહલ’ ફિલ્મથી તે બોલીવુડની નંબર-વન હિરોઇન બની ગઇ.તેમણે અંગ્રેજી ફિલ્મનો બહુ શોખ હતો. હોલીવુડ તરફથી ઓફર પણ આવી પણ પિતાની મનાઇથી તે ફિલ્મ ન કરી. એ જમાનામાં ‘દુનિયા કા સબસે બડા સિતારા’ આવા શિર્ષકો મેગેજીનમાં આવતા. તેમની સફળ ફિલ્મોમાં મુગલ-એ.આઝમ, બરસાત કી રાત, ચલતીકા નામ ગાડી, હાવરા બ્રીજ, મીસ્ટર એન્ડ મીસીસ પપ, અમર, જુમ, પાસપોર્ટ, હાફ ટીકીટ સાથે કાલાપટની જેવી ફિલ્મોની ગણના થાય છે.
તેમના જીવનની છેલ્લી ફિલ્મ ‘જવાલા’, ૧૯૭૧માં તેના મૃત્યુ બાદ રીલીઝ થ હતી. તેમના અને દિલિપકુમાર વચ્ચે એક લાંબો સંબંધ રહ્યો હતો. તેમની સુંદરતાની તુલના હોલીવુડ અભિનેત્રી મેરલીન મુનરો સાથે કરાતી હતી. સંયોગવશ બન્ને અભિનેત્રી ૩૬ વર્ષની વયે જ દુનિયા છોડી ચાલી ગઇ હતી. તેને ઉર્દુ, હિન્દી સાથે મૂળ ભાષા પરતો અને અંગ્રેજી ઉપર સા પ્રભુત્વ હતું. ૧૯૪૨ થી ૧૯૪૭ સુધી તે વિવિધ ફિલ્મોમાં બાળ કલાકાર તરીકે અભિનય કર્યો હતો. બસંત ફિલ્મ પ્રથમ જ સફળ થતાં તે વર્ષે સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી બની હતી. મધુબાલા એ જમાનાની અભિનેત્રી મિનાકુમારીથી બહુ જ પ્રભાવિત હતી. બાળ કલાકાર તરીકે તેનું નામ બેબી મુમતાઝ હતું.
રાજકપૂર સાથે નિલકમલ ફિલ્મ ખુબ જ હિટ નીવડી હતી. ૧૯૪૯માં આવેલી ‘મહલ’ ફિલ્મથી તે રાતોરાત સુપર સ્ટાર થઇ ગઇ હતી. આ ફિલ્મ પુનર્જન્મ થ્રીલર આધારીત ભારતની પ્રથમ ફિલ્મ હતી. ૧૯૫૦ ના દશકામાં આવેલી લગભગ ફિલ્મોમાં મધુબાલા લગભગ દરેક પ્રકારના રોલ સાથે અભિનય કરતી જોવા મળી હતી. ૧૯૫૦માં આવેલી દેશની પ્રથમ પુખ્ત વયના માટેની ફિલ્મ ‘હસતે આંસુ’ માં શ્રેષ્ઠ અભિનય કરીને દર્શકોના દિલ જીતી લીધા હતા. વિદેશી મેગેજીનોમાં ૧૯૫૦માં તેની ફૂલ પેઇઝ તસ્વીર છપાય હતી. જે એક બોલીવુડ વર્લ્ડ રેકોર્ડ તેમના નામે છે. ૧૯૫૨ થી ૧૯૫૫ ના ત્રણ વર્ષ તેમની ફિલ્મો આવી પણ બહુ સફળતા મળી ન હતી. ૧૯૫૪માં આવેલી ફિલ્મ ‘બહુત દીન હુએ’ ના શુટીંગ દરમ્યાન ખબર પડી કે મધુબાલા ને જન્મ જાત હ્રદયની બીમારી છે.૧૯૫૫ થી ૬૦ મધુબાલાના ફિલ્મી જીવનનાં સૌથી સફળ વર્ષો રહ્યા જેમાં ગુદત્ત સાથે મીસ્ટર એન્ડ મીસીસ-પપ, પ્રદિપકુમાર સાથે ફિલ્મ શીરીન ફરહાદ અને રાજહઠ ફિલ્મ અને ૧૯૫૭માં ગેટવે ઓફ ઇન્ડિયા જેવી સફળ ફિલ્મોકરી હતી. તેમની જોડી કિશોરકુમાર સાથે પણ બહુ જામી હતી. મધુબાલાએ સુનિલ દત્ત, દેવાનંદ, અશોકકુમાર, ભારત ભૂષણ, પ્રદિપકુમાર, ગુદત્ત, દિલીપકુમાર, રાજકપૂર જેવા વિવિધ કલાકારો સાથે ફિલ્મ કરીને ખુબ જ વાહ વાહ મેળવી હતી.
૧૯૬૦માં આવેલી ‘મુગલ-એ-આઝમ’ ફિલ્મે બોલીવુડના તમામ રેકોર્ડ તોડી નાખ્યા ને સતત ૧પ વર્ષ સુધી હિટ ફિલ્મ રહી બાદમાં ૧૯૭૫માં ‘શોલે’ આવતા આ રેકોર્ડ તુટયો હતો, આ ફિલ્મની સફળતા બાદ જુમ (૧૯૬૧), હાફ ટીકીટ (૧૯૬૨) ને શરાબી (૧૯૬૪) જેવી ફિલ્મો પણ બોકસ ઓફિસ પર સફળ રહી હતી. એ જમાનાની મશહુર અભિનેત્રી નુતન, નરગિસ, વહિદા રહેમાન અને મીનાકુમારી સાથે તેમનું નામ પણ લેવાતું હતું. નરગિસ બાદ તે બોલીવુડની શ્રેષ્ઠ અભિનેત્રી હતી. ૨૦૦૮ માં તેમની યાદમાં ટપાલ ટિકિટ જાહેર કરી હતી. લંડનના મેડમ તુસાદ મ્યુઝિયમમાં મધુબાલાની પ્રતિમા મુકવામાં આવી છે. ફેશન આઇકોનસમાં મધુબાલાને ૧૯૬૧ માં શ્રેષ્ઠ અભિનેત્રીનો ફિલ્મ મુગલ-એ-આઝમ માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો.૧૯૬૪માં તેમના મૃત્યુ પહેલા રિલીઝ થનારી ફિલ્મ ‘શરાબી’હતી. ૧૯૫૮માં આવેલી ‘હાવરા બ્રીજ’ ફિલ્મ ખુબ જ સફળ રહી હતી. તેમનું ગીત ‘આઇ એ મહેરબાન’આજે પણ સાંભળવું ગમે છે. તેમનું બચપણ ખુબ જ ગરીબાઇમાં વ્યતીત થયું હતું. ૧૯૪૪માં આવેલી દિલીપકુમાર સાથેની ‘જવારા ભાટા’ ફિલ્મ બાદ ૧૯૪૭માં નિલકમલ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં મધુબાલા અને રાજકપૂર બન્નેની પ્રથમ ફિલ્મ હતી. ફિલ્મ ‘મહલ’નું ગીત ‘આયેગા આને વાલા’ આજે પણ મોબાઇલ રીંગટોનમાં સંભળાય છે. બોમ્બે ટોકીઝની તે સ્થાથી કલાકાર બની ગઇ હતી. કમાલ અમરોહીએ સુરૈયા સાથે થયેલ કોન્ટ્રાકટર છતાં મધુબાલાને ફિલ્મ મહલમાં તક આપી ત્યારે તેની ઉંમર માત્ર ૧૬ વર્ષની હતી. મધુબાલા કમાલ અમરોહીના પ્રેમમાં પણ પડી હતી. તે તેના અભિનય સાથે તેની સુંદરતા માટે પણ જાણીતી હતી. ૧૯૫૦માં તે સૌથી મોંધી અભિનેત્રી હતી. મધુબાલાના પિતાની ઇચ્છા મધુબાલાના લગ્ન દિલીપકુમાર સાથે થાય પણ એ શકય ન બન્યું, તેમણે કિશોરકુમાર સાથે લગ્ન કર્યા પણ લાંબુ ન ચાલ્યું. જન્મથી હ્રદયમાં કાળુ હોય તેને પુરવા એ જમાનામાં કોઇ હાર્ટ સર્જર ન હતી તેથી મધુબાલા મૃત્યુ પામી જો કે તેના મૃત્યુ બાદ થોડા વર્ષોમાં ડો. વોલ્ટે આ પઘ્ધતિની શોધ કરી હતી. જો આ ટેકનિક મધુબાલાને મળી હોત તો તે જીવી ગઇ હોત.
આ ગીતો સાંભળતા જ મધુબાલા યાદ આવે
- * આઇ યે મેહરબાન…. હાવરા બ્રીજ
- * અચ્છા જી મેં હારી….. કાલાપાની
- * ચાંદસા મુખડા કયું શરમાયે….. ઇન્સાન જાગ ઉઠા
- * ગુજરા જુઆ જમાના…. શિરી ફરહાદ
- * એક પરદેશી મેરા દિલ લે ગયા…. ફાગુન
- * દો ઘડી વો જો પાસ આ બૈઠે…. ગેટ વે ઓફ ઇન્ડિયા
- * હાલ કૈસા હે જનાબકા….. ચલતી નામ ગાડી
- * પ્યાર કિયા તો ડરના કયા…. મુગલ એ આઝમ
- * જીંદગી ભર નહીં ભૂલેંગે….. બરસાત કી રાત
- * યે વાદા કરો ચાંદ કે સામને… રાજહઠ
- * સબ કુછ લુટા કે હોશ મેં આયે તો….. એકસાલ
- * મોહે પનઘટપે નંદલાલ છેડ ગયો રે….. મુગલે એ આઝમ
- * સીને મેં સુલગતે હૈ અરમાન….. તરાના