માં એટલે શું? જો આ શબ્દની વ્યાખ્યા આપવાની થાય તો શબ્દો ઓછા પડી શકે છે. માં શબ્દની સાચી વ્યાખ્યા તો એજ કહી શકે છે જેને “માં” શબ્દ સાંભળતાની સાથે જ આંખોમાં આંસુ આવી જાય છે, મતલબ કે એ અનાથ બાળકો જેની પાસે ભગવાનની આ ઉત્તમ ભેટ નથી.Mother Son 05

કોઈપણ માં તેના બાળકને શું આપી શકે અને શું ના આપી શકે તેની કલ્પના પણ ના કરી શકાય. પરંતુ આ વિશ્વમાં એવા ઘણા બાળકો છે જે ફક્ત આ “માં” શબ્દ સાંભળીને જ ખુશ થઈ જાય છે. તો જો તમારી પાસે માં છે તો સમજો કે તમારી પાસે ભગવાન છે. માં પોતાના બાળકને ખુશી આપવા માટે ઘણું ખોટું બોલે આવતું છે. તો જાણો તેના આ પ્રેમાળ જુથ વિશે જે તે પોતાના બાળકને ખુશી માટે બોલે છે.Mother and Son

  • રાત્રે નાહયા વગર સુવા માટે જાઉં તો કહે ગંદા શરીરે સૂઈ જવાથી ખરાબ સપના આવે છે, માં બહુ ખોટું બોલે છે.
  • સવારના સમયે વહેલો જગાડવા માટે ૭ વાગ્યા હોય તો કહે કે ૮ વાગ્યા છે, માં બહુ ખોટું બોલે છે.
  • જમવાના સમયે જો થોડી રસોઈ ઓછી થઈ પડે તો કહે કે તું જમી લે મને આજે ભૂખ નથી લાગી, માં બહુ ખોટું બોલે છે.
  • રાતે ઘરે આવવામાં મોડુ થાય તો રાહ જોઈને મોડે સુધી જાગે છે, તેને મીઠો ઠપકો આપીને રાહ જોવાનું ના કહીને સૂઈ જવા માટે કહું તો કહે કે મને ઊંઘ નહોતી આવતી, માં બહુ ખોટું બોલે છે.
  • હું ઘરે ના હોવું ત્યારે તે મને ભાવતું કઈ બનાવતી નથી, કહે છે કે બજારમાં કઈ મળતું જ નથી, માં બહુ ખોટું બોલે છે.
  • ટિફિનમાં બે-ચાર રોટલી મૂકી છે એવું કહીને ટિફિન પકડાવી આપે છે અને બેગમાં મારા ભાવતા અથાણાંની બોટલ મૂકી છાનીમાની મુકી દે છે, માં બહુ ખોટું બોલે છે.
  • બહારનું જમવાનું મને અનુકૂળ નથી આવતું, આટલી સાડીઓ તો પડી છે મારી પાસે કબાટમાં આવું કહીને પોતાનો ખર્ચ કરવાનું ટાળે છે, માં બહુ ખોટું બોલે છે.
  • મને કઈ નથી થયું સારું જ છે એવું કહીને ઓશિકમાં મોઢું સંતાડીને ખાંસી ખાઈ લે છે, માં બહુ ખોટું બોલે છે.
  • મારી બધી જ ખામીઓને બધાથી છુપાવીને રાખે છે. મારી સિધ્ધિઓને વધારીને તેનું વર્ણન કરે છે. બધાને કહે કે મારા જેવુ કોઈ સુંદર અને બુધ્ધિશાળી નથી, માં બહુ ખોટું બોલે છે.
  • મારા માટે કાયમ વ્રત અને ઉપવાસ કરે છે અને પૂછવા પર કહે છે કે ભગવાન માટે કરું છુ, માં બહુ ખોટું બોલે છે.
  • મારી દુનિયામાં હું તેને ભૂલી જાઉં તો પણ તે મીઠું હાસ્ય કરી લે છે, માં બહુ ખોટું બોલે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.