આઇઓસીમા ફરજ બજાવતા અધિકારીનો પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત
શહેરમાં ઉલટી ગંગા જેવો કિસ્સો પોલીસ પ્રકાશમાં સામે આવ્યો છે એક પતિએ તેની પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને ગળાફાંસો ખાય આપઘાત કરતા ચકચાર નથી જવા પામે છે જ્યારે આ મામલો પોલીસ સ્ટેશને પહોંચતા પોલીસે પત્ની અને સાસુ સામે ગુનો નોધ્યો છે.જેમાં પશ્ચિમ બંગાળના વતની અને રાજકોટમાં આઇઓસી કંપનીમાં ઓફિસર તરીકે ફરજ બજાવનાર યુવાને તેની જ પત્ની અને સાસુના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. માસ પૂર્વે બનેલી આ ઘટનામાં મૃતકની માતાની ફરિયાદ કરતી પોલીસે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધ્યો છે.
વિગતો મુજબ, મૂળ પશ્ચિમ બંગાળના પરગનાસ જિલ્લાના ગોરીફા વિસ્તારમાં રહેતા નિર્મલા ઠાકુર નામના મહિલા દ્વારા યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે પોતાની પુત્રવધુ રૂચિકા રાજુઠાકુર અને વેવાણ આશા ઠાકુર નૈયા ઠાકુરના નામ આપ્યા છે.મહિલાએ પોતાની ફરિયાદમાં જણાવ્યા મુજબ, તેમને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે જેમાં સૌથી મોટા પુત્ર રાજુ ઠાકુર (ઉ.વ 32) હતો. જે રાજકોટમાં છેલ્લા ચાર વર્ષથી આઈઓસી કંપનીમાં ઓફિસર તરીકે નોકરી કરતો હતો તેના લગ્ન ગત તારીખ 30/11/2020 ના છત્તીસગઢના બિલાસપુરમાં રહેતી કનૈયા ઠાકુરની દીકરી રૂચિકા ઠાકુર સાથે થયા હતા લગ્ન બાદ આ પતિ પત્ની રાજકોટમાં રહેતા હતા.બાદ થોડા દિવસ બાદ રાત્રિના ફરિયાદીના પુત્ર રાજુ ઠાકુરનો તેમને ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, હું તમને અને આપણા સગા વ્હાલાઓને ફોન કરું છું તે મારી પત્ની રૂચિકાને ગમતું નથી તમને મહિને 5000 રૂપિયા મોકલું છું પણ તેને ગમતું નથી જે બાબતે તે અવારનવાર ઝઘડા કરે છે અને અત્યારે પણ મારી સાથે ઝઘડો કરી રહી છે ઘરમાં પત્ની અને સાસુનું રાજ ચાલે છે.
જેમ ફાવે તેમ ગાળો આપી મને હેરાન કરે છે હવે મારે મર્યા સિવાય કોઈ રસ્તો નથી. તેવી વાત કરી હતી ત્યારે ફોન પર વાત કરતા તેનીએ ફોન આંચકી પુત્રવધુ રૂચિકા ઠાકોરે કહ્યું હતું કે તું ભિખારી છું તને તારા દીકરા સાથે વાત કરવા દેવી નથી બાદ ફરિયાદીએ પુત્રને ફોન કરવાની કોશિશ કરી હતી પરંતુ કોઈએ ફોન ઉપાડ્યો ન હતો થોડીવાર બાદ પુત્રવધુ રૂચિકાનો ફોન આવ્યો હતો અને તેણે કહ્યું હતું કે, મારા મમ્મી આશા ઠાકોર અહીં મારી સાથે રહે છે તે તમને અને મારા પતિને ગમતું નથી મારી મમ્મી અહીં મારી સાથે જ રહેવાની છે જો મારા મમ્મી કે મને કંઈ થશે તો જવાબદારી તમારી અને રાજ ઠાકુરની રહેશે તેમ વાત કરી ફોન કાપી નાખ્યો હતો.
બાદમાં તારીખ 11 ના ના ત્રણેક વાગ્યે રૂચીએ સાસુને ફોન કરી કહ્યું હતું કે, તમારા દીકરા રાજ ઠાકુરે ગળાફાંસો ખાઈ લીધો છે જોકે આ વાતનો વિશ્વાસ સાસુને ન આવતા તેણે પોતાના દિયરને વાત કરી હતી અને બાદમાં વિડીયો કોલ કરી ખરાઈ કરી હતી દરમિયાન ફરિયાદીનો નાનો પુત્ર સુજીત ઠાકુર જે જમ્મુમાંનોકરી કરતો હોય તે રાજકોટ આવવા માટે નીકળી ગયો હતો અને બાદમાં રાજ ઠાકુરે તેની પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લેતા ગઈકાલે યુનિવર્સિટી પોલીસે બંને વિરુદ્ધ આપઘાતની ફરજ પાડ્યાનો ગુનો નોંધી ધરપકડ કરી છે.