જ્યારથી આ કોરોનાએ મિત્રતા હવા સાથે કરી છે ત્યારથી આ દરેકની દોડધામની આ જિંદગી જાણે સાવ અટકી ગયી છે. અત્યાર સુધી દરેક વ્યક્તિ પોતાના જીવનની પળોને કહેતાં કે ક્યારેક તો થાંભો વાતો સાથે એકલતામાં વાત કરીને અને દરેક જૂની-નવી યાદોને કહેતાં કે અટકો. સવારે ઉઠી રોજ આ એક જિંદગી સાથે જીવન જીવી હવે કંટાળી ગયા છીએ તો આજે આ દરેકની વાત આ કોરોના એ લોકોને સાંભળી અને હવે તેને દરેકને કહ્યું તમે રહો ઘરમાં હું બહાર છું. હાલ તો દરેક વ્યક્તિની જિંદગી ચાર દીવાલો વચ્ચે કેદ થઈ ગઈ છે. અત્યાર સુધી દરેક વ્યક્તિ પોતાની પાંખો સાથે મસ્તીથી રોડ પર ફરતા હતા. તો તેને આજે આ ઘરમાં પિંજરે પુરાવું કેમ ગમે ?
આજે આ કોરોના ના કારણથી લોકડાઉનમાં પરિવાર ભેગા થય ગયા છે. બધા એક સાથે ઘરે રહી મજા કરે છે. ત્યારે દરેક બાળક આ કોરોના કારણે મમ્મી પાસેથી જે રસોડાની રાણી તરીકે દરેક ઘરમાં ઓળખાય છે. તેમના પાસેથી વાનગીઓ તેમજ સ્વાદના વિવિધ રસથાળની અનુભૂતિ અને સમજૂતી મેળવી. આજ સુધી મમ્મીને ખાલી એવું પૂછતાં થયા હતા; કે મમ્મી તમે આખો દિવસ કરો છો શું ? ત્યારે આ કોરોના એ દરેક આ પૂછતાં સવાલને જવાબ અપાયો.કે ઘરમાં રહેતી દરેક સ્ત્રી કેટલું કામ કરે છે તેની ઓળખ કરી અને થઈ. સાથે વિવિધ વાનગીઓ બનાવતા શીખી.
કામના અનેક પ્રશ્નોમાથી પરિવાર સાથે પપ્પાને પણ ઘરે જોઈ ખુશી થઈ. કામ સિવાયની અનેક વાત તેમની સાથે કરી. સાથે સમય મળતા તેમની જિંદગી તેમજ વાર્તા અને અત્યાર સુધી સફળતા કઈ રીતે મેળવી તેની આખી સમય સાથે વાતો સાંભળી પ્રેરણા મેળવી. ત્યારે આ નવરાશના સમયમાં આ લોકડાઉનની જિંદંગીમાં ફરી તે પહેલા બાળપણના અને અનેક યારો સાથે સમય કાઢી અને મિત્રતાને નવી પાંખ આપી અને જિંદગીમાં ફરી તે સ્કૂલ કોલેજની પળો જીવન અને વાતો સાથે આનંદ ફરી આ ઘરે બેસીને મેળવ્યો.
તો સાથે આ કોરોનાની મહામારી વચ્ચે જીવનને સોશિયલ રીતે વધુ ખીલાવી અને ઘરમાં મનની તેમજ સ્વછતાને સમજી. સાથે જીવનને હાસ્ય જૂની વાતો અને યાદોની ફરી ખીલવાનું એક મૌકો અપાયો. આ એક જીવનમાં આ કોરોના એ અનેક રીતે નવી તક્કો દરેક માટે ઊભી કરી અને સાથે અંતર રાખી હાસ્યની અનુભૂતિ ઘરે બેઠા કરી. ત્યારે આજે દૂર રહી સાથ અને વિકાસની સાચી પરિભાષા દરેકની જિંદગીમાં કોરોના દ્વારા ઊભી થઈ અને ઘરના આહારની મીઠાશની પણ વધુ લાગી અને ઘરે રહી જિંદગીમાં રહેલી અનેક કામ તેમજ કળાને આગવું સ્થાન આપી સાથે આ જિંદગીને જીવતા કોરોનાએ શીખવી.
તો ઘરે રહો અને સુરક્ષિત રહો જીવનને આજ રીતે કોરોનાથી ડર્યા વગર જીવો તેમજ સોશિયલ ડીસ્ટન્સનું પાલન કરી સાવચેત રહો તેમજ હસીને કોરોના ના સમયમાં ઘરે રહો. તમારી દરેક કળાને મિત્રતાને વિકસાવો નવા ધ્યેય બનાવી જિંદગીને જીવો.