જય વિરાણી, કેશોદ: રાજય સરકાર દ્રારા ચાલતી ૧૮૧ અભયમ હેલ્પલાઈન મહીલાઓ માટે જ ચાલુ કરવામાં આવી છે. મહિલાઓની મુશ્કેલીનું નિરાકરણ નિકડે, તેમણે જો કોઈ જાતિય સતામણી કરતાં હોય તો મહિલા અભયમ તેમની મદદ કરી શકે. ખરાઁ અથઁમા તે મહિલાઓ માટે આશીર્વાદરુપ સાબિત થઇ રહી છે જેમાં મહીલા ને ઘરેલુ હિંસા , છેડતી જેવા અનેક બનાવોમા મદદ, સલાહ , સુચન , માગઁદશઁન અને બચાવ કરી મહીલા ને ભય મુકત બનાવતી અભયમ ટીમ મહીલાઓની મદદ માટે દિવસ અને રાત કામ કરી રહી છે.

આ મહિલા અભયમ ટીમે જુનાગઢ જીલ્લાના માંગરોળ તાલુકા માંથી મહીલાના કુટુબના સભ્ય દ્રારા જ ૧૮૧માં ફોન કરી મદદ માંગીને જણાવ્યુ હતું કે મહીલા આત્મહ્ત્યા કરવાના વિચારો કરે છે આ ફોન પછી તરત જ કેશોદ અભયમની ટીમ સ્થળ પર પહોંચી જઈને મહીલાને પ્રોત્સાહન આપી તેનો આત્મવિશ્વાસ વધાર્યો છે. તેમનુ કાઉન્સેલિંગ કરતા મહિલાએ જણાવ્યુ કે ૮ દિવસ પહેલા ખોટી શંકાના કારણે મારા પતિ સાથે ઝઘડો થયો અને તે અમને કહયા વગર ઘર છોડીને જતા રહેલા. તેમનો કોઈ ફોન પણ નહી આવેલ તેથી મારા સસરા જે વાડીએ રહેતા હતા ત્યા કાલે હુ મારા ૪ બાળકોની સાથે ગયેલ ને બધીજ વાત જણાવી. તેથી મારા સસરાએ બીજા દ્રારા તેમનો કોન્ટેક કરીને વાત કરી તો તેમની વાત પણ સાંભળી નહિ. તેથી હુ ચિંતા મા આવી ગયેલ ને મારા બાળકો સાથે આપઘાત કરવાનો નિર્ણય લીધો. કેમકે મારા પતિ ને મારી કે મારા બાળકો ની કોઈ ચિંતા જ નથી.

હાલ તે મહિલાના ગભઁમા એક બાળકનો ઉછેર થઈ રહ્યો છે તેમની પણ તેમને કાંઈ પડી ન હોવાથી મારે આત્મહત્યા કરી લેવી છે આવું મહિલા દ્વ્રારા જાણવા મળ્યું છે . તેથી મહીલાને અભયમ ટીમ દ્રારા તેમના અને તેમના બાળકોના ભવિષ્ય અને ગભઁમા ઉછેરી રહેલ બાળક વિશે સમજાવીને આત્મહત્યા કરવાના વિચારમાંથી મુકત કરીને જીવન જીવવા માટે યોગ્ય માગઁદશઁન આપ્યું.મહીલાના પતિને બોલાવીને કાયદાકીય સમજણ આપી અને તેમની જવાબદારીનુ ભાન કરાવ્યુ હતું.આમ બન્ને વચ્ચેના પ્રશ્નોનું સમાધાનકારી નિરાકરણ લાવવામાં મહિલા અભિયમ સફળ થઈ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.