સૌરાષ્ટ્રમાં ઠેર ઠેર જામશે રોન-રમીના પાટલા જુગારીઓ અત્યારથી જ ગોઠવણ કરવા માંડયા
જુગારની વાત આવતાની સાથે જ પત્તાપ્રેમીઓના ચહેરા પર અનેરી રોનક છવાય જતી હોય છે. જુગારે ઘણા ઘર બરબાદ કરી નાખ્યા છે. સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસથી ભાદરવી અમાસ સુધી ત્રણ મહિના સુધી જુગારની મોસમ ખિલતી હોય છે. જુગારીઆઓ અત્યારથી ગોઠવણ કરવા માંડયા છે.
સૌરાષ્ટ્રમાં ભીમ અગિયારસથી શ્રાવણ વદ અમાસ અથાંત ભાદરવી અમાસ સુધી જુગાર રમવાની વણથંભી પરંપરા રહેલી છે. હે ભીમ અગિયા રસને આડે માત્ર બે દિવસ બાકી રહ્યા છે ત્યારે જુગારીઓ નાણા અને જગ્યાની ગોઠવણ કરવા માંડયા છે. ભીમ અગિયારસે એક દિવસ જુગાર રમ્યા બાદ થોડી બ્રેક આપશે અષાઢ માસમાં છુટછાયા દિવસોમાં જુગારના પાટલા મંડાશે જો કે શ્રાવણ માસ આવતા ફરી જુગાર પુર બહારમાં ઝીલશે અને રોજ રોજ પાટલા મંડાશે. સાતમ-આઠમ ના તહેવારો તો જાણે જુગાર રમવા માટે જ આવતા હોય તેવું લાગી રહ્યું છે. પત્તાપ્રેમીઓ ખાધા પીધા વિના સતત ત્રણ-ચાર દિવસ માત્રને માત્ર પત્તા જ ટિંચતા હોય છે. પરિવારને બરબાદ કરી નાંખવા માટે જુગારનો મોટો ફાળો હોય છે અનેક પરિવારોએ જુગારના પાપે બરબાદ થઇ ગયા છે છતા જુગારિયાઓની આંખો ખુલતી નથી પોલીસ તંત્રને પણ જાણે ભીમ અગિયા રસથી ભાદરવી અમાસ સુધી સીઝન શરુ થશે.
સૌરાષ્ટ્રના પત્તાપ્રેમીઓ લગ્ન પ્રસંગે પણ પાટ માંડવાનો મોકો ચુકતા નથી સમય મળતાની સાથે પાંચ-સાત વ્યકિતઓ ગોળ કુંડાળુ વાળી જુગાર રમવા બેસી જતા હોય છે. અમુક મામા શકુની જેવા પત્તા પ્યાસીઓ તો આખો શ્રાવણ માસ રોજ જુગાર રમતા હોય છે. ભીમ અગિયારસના દિવસે મુહુર્ત કરવામાં આવે છે અને સતત અઢી મહિનાઓ સુધી સતત જુગાર રમતા હોય છે.