રાષ્ટ્રસંત પરમ ગુરૂદેવ નમ્રમુનિ મહારાજ સા.ના સાનિધ્યે ઉજવાયો ‘વર્લ્ડ એનિમલ ડે’
અબોલ જીવોના બેલી બનીને અનેક અનેક પ્રકારના જીવદયા અને માનવતાના સત્કાર્યોના સર્જન દ્વારા લાખો કરોડો જીવોને શાતા – સમાધિ આપી રહેલાં જીવદયાપ્રેમી માનવતાપ્રેમી કરુણાનિધાન રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના સાંનિધ્યે Check N Care જીવદયા અભિયાનના પ્રારંભ સાથે World Animal day ઉજ્વણી કરવામાં આવી હતી. જીવ માત્ર પ્રત્યે મૈત્રીભાવ અને અભયદાનની પ્રેરણા આપતાં લાઈવ પ્રસારણના માધ્યમે આયોજિત આ કાર્યક્રમમાં જોડાએલાં દેશ-વિદેશના હજારો ભાવિકો અહિંસક જીવનશૈલી જીવવાની પાવન પ્રેરણા પામીને હિંસક product ત્યાગ માટે સંકલ્પબધ્ધ બન્યાં હતાં.
આ અવસરનો પ્રારંભ કરતાં પહેલાં રાષ્ટ્રસંત પરમ ગુરુદેવે બ્રહ્મનાદે મહાપ્રભાવક ઉવસગ્ગહરં સ્તોત્રની જપ સાધના કરાવવા સો મંત્ર સાધનાનું મહત્વ દર્શાવતાં કહ્યું હતું કે, આત્મશુધ્ધિના યુધ્ધમાં મંત્ર સાધના તે શ્રેષ્ઠ સપોર્ટર બનતી હોય છે. સાધના એક એવા સાગર સમાન હોય છે જે અંતે સમાધિનું મોતી પ્રાપ્ત કરાવતી હોય છે અને સમાધિ ભાવની અનુભૂતિ તે જ આ મનુષ્યત્વની ર્સાકતા હોય છે.
વિશેષમાં, આ અવસરે બોરીવલીના અનન્ય ગુરુભક્ત પરાગભાઈ અને ઘાટકોપરના માનસી દીદી શાહના પુરુષાર્થ અને સદભાવનાથી સર્જાએલી જીવદયા ભાવના અને અભયદાનનો સંદેશ આપતી પ્રેરણાત્મક શોર્ટ ફિલ્મ પ્રદર્શિત કરવામાં આવી હતી. પ્રભુ મહાવીરના અહિંસા, અપરિગ્રહ અને અનેકાંતવાદના સિદ્ધાંતોને અનુસરીને જગતના લાખો-કરોડો જીવોને અભયદાન આપવાની, સર્વ જીવો પ્રત્યે મૈત્રીભાવ રાખવાની પ્રેરણા આપતી આ ફિલ્મ સહુના હ્રદયને સ્પર્શીને અહિંસક જીવનશૈલી જીવવાની પાવન પ્રેરણા આપી ગઈ હતી. રોજીંદા જીવનમાં વાપરાશમાં લેવાતાં product ની બનાવટમાં કોઈ જીવની વેદના કે હિંસા તો સમાએલી ની ને! એ વાતની તકેદારી રાખતી જીવનશૈલીની પ્રેરણા આપતાં આ અવસરે રાષ્ટ્રસંત પરમ ગુરુદેવની પ્રેરણાી check n care અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હિંસક પદાર્થ પ્રત્યેની આપણી ડિમાન્ડને ઓછી કરીને supply ઓછી થતાં manufacturing stop કરવાનો ધ્યેય આપતાં આ અવસરે પરમ ગુરૂદેવે સમજાવ્યું હતું કે, આપણા અંદરની જીવમાત્ર પ્રત્યે પ્રત્યેના પ્રેમનો ભાવ એવો પ્રબળ હોય કે, આપણાં એકના પ્રારંભે કરોડો હ્રદયસુધી આ ભાવ પહોંચી જાય. આપણી સાવધાની જ અબોલ જીવોની આંખમાં આંસુના સ્થાને પ્રેમભાવ લાવવાની શક્યતાનું સર્જન કરી જાય. અહિંસક જીવનશૈલી અપનાવીને સર્વ જીવો પ્રત્યે મૈત્રીના vibration પ્રસારિત કરીએ. જે દિવસે હિંસક productનો ઉપયોગ બંધ થશે તે દિવસે demand supply અને manufacturing બંધ ઈને લાખો-કરોડો જીવોના વેદનાની કા સ્ટોપ થઈ જશે. આપણી આહાર પધ્ધતિ, જીવનશૈલીને પરિવર્તિત કરીને ધ્યાન સાધના, યોગ સાધના, મંત્ર સાધનાને જીવનમાં સન આપીએ.
સર્વ જીવ પ્રત્યે વસુધૈવ કુટુંબકમની ભાવના, વિશ્વ વાત્સલ્યની ભવના પ્રસારિત કરવાનો બોધ આપતાં પરમ ગુરુદેવના અમૃત-વચનો સો આ અવસરે પૂજ્ય પરમ સંબોધિજી મહાસતીજીએ અભયદાનને super humanity તરીકે ઓળખાવી મન વચન અને કાયાી ઓછામાં ઓછી હિંસા કરવાની સુંદર પ્રેરણા આપી હતી. એ સાથે જ, પૂજ્ય પરમ અસ્મિતાજી મહાસતીજીએ આ અવસરે, જગતના દરેક જીવને પોતાના જીવ સમાન માનવાની પ્રેરણા આપીને animal base એવા Food, cosmetics, medicine કે અન્ય પર્દાોનો ઉપયોગ ટાળીને અહિંસક પર્દાોનો વપરાશ કરવાનો સુંદર બોધ આપ્યો હતો. પરમ ગુરૂદેવના મુખેી ઓછામાં ઓછા પાંચ હિંસક પર્દાના ત્યાગના સંકલ્પની આપવામાં આવેલી પ્રેરણાને સહર્ષ ઝીલીને હજારો ભાવિકોએ World Animal Dayને સાર્થક બનાવ્યો હતો.