રાજકોટના મવડી ચોક ખાતે વીર દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ કરતાં મુખ્યમંત્રી રૂપાણી
તમામ સમાજની દિકરીઓના ઉત્કર્ષ માટે રાજય સરકાર પ્રતિબધ્ધ
રાજકોટ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ વીર સપૂત દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણ પ્રસંગને એમનું સૌભાગ્ય હોવાનું જણાવતા કહયું હતું. કે આટલી મોટી જનસંખ્યામાં પ્રતિમાનું અનાવરણ એ પહેલો પ્રસંગ છે. વીર દેવાયત બોદર એ માત્ર આહિર સમાજ નહી પરંતુ તમામ સમાજ અને રાષ્ટ્રનું ગૌરવ હોવાનું મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.
વીસ સપુત બોદરની ૧૦૦૦ વર્ષ પૂરાણી શૌર્યગાા વાગોળતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સમાજ અને રાષ્ટ્રના રક્ષણ કાજે તમામ વેદનાઓ ભૂલિ બાળકની આહુતિ આપી દેતા પણ ન ખચકાઇ શ્રી બોદરે વીરતા અને બલીદાનની સૌરાષ્ટ્રની સંત અને શુરાની ઓળખને ઉજાગર કરી હતી.
આ પસંગે સમગ્ર આહિર સમાજની સરાહના કરતા મુખ્યમંત્રીએ કહયું હતું કે, કૃષ્ણના વંશજ એવા યાદવ સમાજે પરાક્રમ અને શૌર્ય દાખવી રાષ્ટ્રના નિર્માણમાં અનન્ય ફાળો આપ્યો છે. આહિર સમાજ શુરવીર, સેવાભાવી, મહેનતું અને પરોપકારી હોવાનું આ તકે મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.
અમદાવાદ ખાતે આહિર સમાજની હોસ્ટેલના નિર્માણમાં રાજય સરકાર સહભાગી બન્યાનું જણાવી મુખ્યમંત્રીએ કહયું હતું કે, આ હોસ્ટેલનું બિલ્ડીંગ તમામ પ્રકારની સુખ સુવિધા સાથે અધ્યતન રૂપે નિર્માણ પામશે. વિશેષમાં તેમણે કહયું હતું. કોઇપણ સમાજની દીકરીઓ આગળ વધે તે માટે સરકાર હરહંમેશ મદદરુપ બન્યાનું અને તેમના ઉત્કર્ષ માટે અનેકવિધ યોજનાઓ લાગુ કર્યાનું રૂપણીએ જણાવ્યું હતું.
વિકાસના સારા કામોમાં સરકાર સતત અગ્રેસર રહીને તમામ સમાજની સાથે ઉભી રહી હોવાનું ઉપસ્તિ જનસમુદાયને મુખ્યમંત્રી રૂપાણીએ જણાવ્યું હતું.
અંતમાં શ્રી રૂપાણીએ સંત અને શુરાની ભૂમિ સૌરાષ્ટ્રમાં રાજકોટ ખાતે દેવાયત બોદરની પ્રતિમા પ્રેરણાત્મક બની રહેશે. તેવો આશાવાદ વ્યકત કર્યો હતો.
સામાજિક અને શૈક્ષણિક વર્ગોના કલ્યાણમંત્રી વાસણભાઇ આહિરે જણાવ્યું હતું કે, દેશનો આહિર સમાજ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપણી અને તેમની સરકારનો આભાર માને છે. આહિર સમાજની કની અને કરની એકજ રહી છે. તેમણે વીર સપૂત શ્રી દેવાયત બોદર અને આહીર સમાજના પ્રેરક ઇતિહાસનો ઉલ્લેખ કરીને જણાવ્યું હતું કે આહિર સમાજ તેના મૂલ્યમાં ફરશે નહિ. અને મુખ્યમંત્રીએ સમાજને હુંફ આપેલ છે. અને સમાજ તમારો રુણિ રહેશે.
મુખ્યમંત્રીના હસ્તે વીર સપુત દેવાયત બોદરની પ્રતિમાનું અનાવરણને ઐતિહાસિક ઘડી ગણાવતા મેયર ડો.જૈમનભાઇ ઉપાધ્યાયે આજની ઘડી રાજકોટ માટે ખૂબજ મહત્વની હોવાનું જણાવ્યું હતું. રાજકોટ ખાતે પ્રસપિત તમામ પ્રતિમાઓ ખાસ હોવાનું અને સમાજને પ્રેરણાદાયી હોવાનું તેમણે જણાવ્યું હતું.
પ્રારંભમાં સૌનું સ્વાગત કરતા મ્યુનિ.કમિશ્નર બંછાનિધિ પાનીએ જણાવ્યુંકે પોતાની માતૃભૂમિ માટે પુત્રનું બલિદાન આપનાર વિશ્વ અને સૌરાષ્ટ્રના મહારત્ન શ્રી દેવાયત બોદરનું પૂજન અને સન્માન ઇ રહયું છે. તેમની લાઇફ સાઇઝની કાંસ્યની ૫૨૫ કિલોની પ્રતિમા છે.
કાર્યક્રમના અંતે આભારદર્શન પૂર્વ મેયર ઉદયભાઇ કાનગડે કર્યું હતું. આ પ્રસંગે સાંસદો મોહનભાઇ કુંડારીયા, પૂનમબેન માડમ, ધારાસભ્યો અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત મ્યુનિ.ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભગવાનજીભાઇ બારડ, પ્રદેશ ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી, નાયબ મેયર ડો.દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ ભાનુબેન બાબરીયા, પુષ્કરભાઇ પટેલ, જૈમિનભાઇ ઠાકર, રાજુભાઇ અઘેરા, રાજુભાઇ ધ્રુવ, મુળુભાઇ બેરા, વડોદરાના મેયર ભરતભાઇ ડાંગર, અગ્રણીઓ નારસિંહભાઇ જોટવા, શ્રી અશોકભાઇ મહેતા, નાગદાનભાઇ ચાવડા, અશોકભાઇ ડાંગર, હરીભાઇ ડાંગર અને વિજય વાંક સહીત મોટી સંખ્યામાં આહીર સમાજ ઉપસ્તિ રહયો હતો.