દરબાર સાહેબ ઓફ જસદણ સત્યજીત કુમાર ખાચરના હસ્તે વોકહાર્ટના સિનિયર માર્કેટીંગ મેનેજર કમલેશ કટારીયાએ એવોર્ડ સ્વીકાર્યો
સૌરાષ્ટ્ર-કચ્છમાં વિવિધ પ્રકારની ગ્રાહકલક્ષી શ્રેષ્ઠ સેવા આપતી સંસ્થ્ાઓ, કોર્પોરેટ કંપનીઓને માય એફએમ ૯૪.૩ રેડીયો દ્વારા તાજેતરમાં હોટેલ ખીરસરા પેલેસે ખાતે યોજાયેલ એક ભવ્ય સમારોહમાં એન.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્૫િટલને પ્રાઇમરી ક્રીટીકલ કેર ક્ષેત્રે નોંધપાત્ર સેવા આપવા બદલ એકસલન્સ ઇન કવોલીટી સર્વીસ વીથ પ્રિમીયમ કેર નો વિશિષ્ટ એવોર્ડ દરબાર સાહેબ ઓય જસદણ સત્યજીતકુમાર ખાચર , અલૌલીક રાજે ખાચર તેમજ પૂજારા ટેલીકોમના યોગેશભાઇ પૂજારાના હસ્તે વોકહાર્ટ હોસ્ટિપલના સીનીયર માર્કેટીંગ મેનેજર કમલેશ કટારીયાને એનાયત કરવામાં આવ્યો હતો.આ પ્રસંગે કમલેશ કટારીયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-કચ્છમાં તબીબી સારવાર ક્ષેત્રે તબીબી સારવાર ક્ષેત્રે છેલ્લા દશ વર્ષથી રાજકોટ ખાતે વોકહાર્ટ હોસ્૫િટલ લી. ગ્રુપની એમ.એમ.વિરાણી વોકહાર્ટ હોસ્પિટલ શ્રેષ્ઠ તબીબી સારવાર પુરી પાડી રહેલ છે. ખાસ કરીને પ્રાયમરી ક્રીટીકલ કેર ક્ષેત્રે આ હોસ્૫િટલે સરાહનીય સેવા આપેલ છે. આ ઉપરાંત અંદાજે ર લાખથી વધુ ઇન્ડોર આઉટડોર પેશન્ટસની ઉત્કૃષ્ટ તબીબી સારવાર અને સેવા માટે આ હોસ્૫િટલ એનએબીએચ સર્ટીફીકેથી પ્રમાણીત થયેલ છે.કટારીયાએ વિશેષમાં જણાવ્યું હતું કે વોકહાર્ટ હોસ્૫િટલ, રાજકોટ એક જ છત્ર હેઠળ તમામ પ્રકારની સારવાર અને સેવા પૂરી પાડી રહેલ છે. જેમાં હાર્ટ કેર, બ્રેઇન એન્ડ સ્પાઇન, બોન એન્ડ જોઇન્ટ, મીનીમલ એસેસ સર્જરી, મધર એન્ડ ચાઇલ્ડ કેર, ક્રિટીકલ કેર, ઇન્ટરનલ મેડિસીન વિગેરે અંગેની તાત્કાલીક સેવાઓ મળી રહે છે.આ હોસ્પિટલ દેશની ૩૦ જેટલી અગ્રણી ઇન્સયોરન્સ કંપનીઓનીમાન્યતા ધરાવતી હોવાથી દર્દીઓને કેશલેશ સારવાર તાત્કાલીક ઉપલબ્ધ થાય છે. સૌરાષ્ટ્ર-કચ્છની કોર્પોરેટ ક્ષેત્રની ૫૦ થી વધુ કંપનીઓએ તેમના કર્મચારીઓને ઝડપી અને તાત્કાલીક શ્રેષ્ઠ તબીબી સારવાર મળી રહે તેમાટે હોસ્પિટલ સાથે ટાઇ-અપ કરેલ છે.એવોર્ડ વિતરણ સમારંભમાં પૂજારા ટેલીકોમના યોગેશભાઇ પુજારા, વરમોરા સિરેમીક, મોરીબના સ્થાપક રમણભાઇ વરમોરા, બાન લેબ્ક (પ્રા.)લી. રાજકોટના મેનેજીંગ ડીરેકટર મૌલેશભાઇ ઉકાણી, વોકહાર્ટ હોસ્પિટલના મેનેજર એડમીન ડો. રવિ મગો, એચઆર હેડ ગૌરવ સોમૈયા સહીતના અગ્રણી ઉઘોગપતિઓ અને નાગરીકો સમારંભમાં ઉ૫સ્થિત રહ્યા હતા. માય એફએમ ૯૪.૩ ના સ્ટેશન હેડ દેવલ વોરાના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું ઉત્કૃષ્ટ અને સફળ સંચાલન આર.જે. ગ્રીષ્મા અને પાયલે કરેલ હતું.