‘બધાઈ હો’ ફિલ્મથી હિન્દી સિનેમામાં પોતાની બીજી ઇનિંગ શરૂ કરનાર અભિનેત્રી “નીના ગુપ્તા” હાલ ચર્ચાનો વિષય છે. ‘નીના ગુપ્તા’ તેની પર્સનલ જિંદગીને લઈ ખુબ ચર્ચામાં છે. નીના અત્યારે તેના પતિ વિવેક મેહરા અને બેટી મસાબા સાથે ખુશીથી જિંદગી જીવે છે. પણ શરૂઆતથી નીનાની જિંદગી આવી ના હતી . તેમાં ઘણા બધા ઉત્તર ચડાવ જોવા મળ્યા હતા.
અભિનેત્રી નીના ગુપ્તા એક સમયે ક્રિકેટર વિવિયન રિચર્ડ્સ સાથે સંબંધોમાં હતી. વિવા અને નીનાને પુત્રી મસાબા પણ છે. નીના અને વિવિયનના સંબંધ લાંબા સમય સુધી ટકી શક્યા નહીં. નીના સિંગલ મધર રહી અને બાદમાં 2008 માં વિવેક મેહરા સાથે લગ્ન કર્યા. પરંતુ એક સમયે તેણીએ એકલતા સાથે સંઘર્ષ કર્યો હતો કારણ કે તે સમયે તેની જિંદગીમાં કોઈ બોયફ્રેન્ડ કે પતિ ન હતો.
નીનાએ કહ્યું કે, ‘તે ઘણાં વર્ષોથી એકલતા સાથે સંઘર્ષ કરે છે. તે દરમિયાન સંપૂર્ણ પણે એકલતા સાથે જીવતી હતી. સાચી વાત એ છે કે જ્યારે મને કોઈ કામ મળતું ન હતું, ત્યારે ઘરે મારા પિતા મારા બોયફ્રેન્ડ બની ગયા હતા.’ જયારે નીનાને કામ મળતું ના હતું અને તેની સાથે જિંદગીમાં પણ કોઈ સાથી ના હતો, ત્યારે તેના પિતાએ નીના માટે બોયફ્રેન્ડની ભુમિકા નિભાવી. જેથી કરીને તેની દીકરીને એક આત્મવિશ્વાસ મળે અને જિંદગીમાં આવતી મુસીબતનો સામનો કરી શકે.