અબતક-ચોટીલા
મકરસંક્રાંતિના પર્વ તેમજ ત્રણ દિવસનું મિનિ વેકેશન હોવાથી સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભના યાત્રિકો યાત્રાધામોમાં ફરવા માટે નીકળી જતા હોય છે, જેના ચોટીલા ચામુંડા માતાજીના મંદિરે માતાજી ના દર્શન કરવાની લ્હાયમા ભક્તજનો કોરોનાનું ભાન ભૂલ્યા હતા. યાત્રાધામો પર દર્શન માટે આવતા જતા યાત્રિકો કોરોનાની ત્રીજી લહેર ભૂલી ગયા. માસ્ક અને સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા છતાં તંત્ર અજાણ બન્યું છે.
કોરોનાની ત્રીજી લહેર એક્ટિવ થઈ ગઈ છે ત્યારે જિલ્લામાં 217 જેટલા લોકો સંક્રમિત થઈ ચુક્યા છે, જેમાં હાલ ચોટીલામાં પાંચેક જેટલા લોકો કોરોનાની લપેટમાં આવી ગયા છે ત્યારે આજે માતાજીના દર્શન માટે આવેલ ભક્તજનો કોરોનાનું ભાન ભૂલી જઈને ગાઈડલાઈનના ધજાગરા ઉડતા જોવા મળ્યા હતા..
આજે મકરસંક્રાંતિનો પર્વની સાથે ત્રણ દિવસનું મીની વેકેશન હોવાના કારણે ચોટીલા ચામુંડા માતાજીના દર્શન માટે સૌરાષ્ટ્ર સહિત ગુજરાતભરના યાત્રિકો માતાજીના ચરણે શીશ નમાવવા માટે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જેમાં દર્શાનાર્થીઓ માતાજીના દર્શન માટે કોરોનાની ત્રીજી લહેરનું ભાન ભૂલી જઈને સરકારી ગાઈડ લાઈનના ધજાગરા ઉડાવ્યા હતા. આવી ભીડ ચોટીલા સહિત ગુજરાતભરને કોરોનાને ખુલ્લું આમંત્રણ આપતી હોય છે ત્યારે આરોગ્ય વિભાગ સહિત તંત્ર દ્વારા કોઈ પગલાં ભરવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.
ઝાલાવાડનું શક્તિ મંદિર કોરોનાના કારણે બંધ
ઝાલાવાડનું પ્રખ્યાત ધામાનું શકિત માતાજીનું મંદીર કોરોનાને કારણે બંધ રહેશે. ઝાલાવાડ ક્ષત્રિય સમાજ ટ્રસ્ટ ની એક જાહેર જનતાજોગ યાદી મુજબ પાટડી ધામા ખાતે શ્રી શકિત માતાજીનું મંદીર અને ભોજનાલય કોરોના કાળ પરિસ્થિતિ ધ્યાને લઈને મંદીર ટ્રસ્ટ દ્વારા દર્શને આવતાં યાત્રાળુ જોગ સંદેશ આપ્યો છે કે શકિત માતાનું મંદિર આગામી કોરોનાની બીજી સૂચના નાં આવે ત્યા સુધી બંધ રહેશે. મંદીર ટ્રસ્ટનાં મેનેજમેન્ટ દ્વારા દર્શનાર્થી જોગ સંદેશ આપ્યો છે.