ગુજરાતી સર્જક જસવંત ગાંગાણીનું નામ વૈશ્ર્વીક ફલક પર ચમકયું
મા-બાપ વચ્ચેના કલેશથી દાદા-દાદીના પ્રેમથી વંચિત બાળકની કહાનીની વિશ્ર્વમાં ‘વાહ-વાહ’
આપણા ગુજરાતનું ગૌરવ સમાન અને ગુજરાત ને ઘણી સફળ ફિલ્મોના જસવંત ભાઈ ગાંગાણી મૂળ સૌરાષ્ટ્રનું અને ભાવનગર જિલ્લાના તળાજા તાલુકા નું નાનું એવું ગામ હબુકવડ ગામના વતની છે હાલ સુરત ને પોતાની કર્મ ભૂમિ બનાવી છે એવા સફળ સર્જક ફિલ્મોના નિર્માતા જેવી કે
મન સાયબા ની મેડીએ, મૈયર માં મનડું નથી લાગતું ભાગ 1/અને 2, માંડવળા રોપાવો મારાં રાજ, મેતો પાલવડે બાંધી પ્રીત, મારાં રૂદિયે રંગાણાં, બે જુબાન ઈસ્ક,(હિન્દી), કિરિયાવર (સિરિયલ)જે ઝી ટીવી ગુજરાતી માં આવતી.
તેમજ 30/35 ફિલ્મોની કથા લખી અને ગીતો લખ્યા છે. ભારતના લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ગુજરાત સરકાર દ્વારા ઘણા એવોર્ડ્સ પ્રાપ્ત થયાં છે તેમજ દાદાસાહેબ ફાલકે એકેડમી અને ટ્રાન્સમીડિયા દ્વારા પણ એવોર્ડ્સ મળેલા છે
ફ્રાન્સના કેન્સ શહેરમાં ચાલી રહેલ 77 માં કેન્સ ફેસ્ટિવલમાં સુરતના ગાંગાણી મોસન પીકચરની ગુજરાતી ફિલ્મ “માય બેસ્ટ ફ્રેન્ડ દાદુ” ને અલગ અલગ 12 ભાષાની ફિલ્મનું સિલેક્શન કરાયું હતું તેમાં આ ગુજરાતી ફિલ્મને સ્થાન મળ્યું છે એ એક ગુજરાતી તરીકે ગૌરવની વાત ગણાય 11 દિવસ ચાલનારા આ ફેસ્ટિવલમાં આ ફિલ્મની કથા અત્યારના સમાજ ને આવરી લીધી છે પતિ પત્ની ને વધુ કમામવાની દોડ માં પોતાના બાળકો ને સમય આપવાની તેમજ બાળકોના દાદા /દાદી ના પ્રેમ થી પણ વંચિત રાખે છે. જ્યારે બાળક જાણવા ની કોશિશ કરે છે તો તે હયાત નથી તેવું કહી ટાળી દયે છે અને તેની હયાતી શોધવાના પ્રયત્નમાં તે સફળ થાય છે અને માં બાપ ઉપર કોર્ટ માં કેસ કરી હયાત સાબિત કરી બતાવે છે અને મા/બાપ ને સજા પડવા ની હોય છે ત્યારે માં-બાપ વચ્ચે આવીને પૌત્ર ને માફ કરી દેવાનું કહે છે અને પરિવાર એક થાય છે ખુબજ સંસ્કારીક અને આજના પરિવાર ને એક સંદેશો આપતું ફિલ્મ એટલે ‘માય બેસ્ટફ્રેન્ડ દાદુ’ એક ગુજરાતી તરીકે આપડે ગૌરવ લઈએ કે આ કેન્સ ફેસ્ટિવલ માં આ ફિલ્મ સર્વશ્રેષ્ટ બનીને ગુજરાતનું ગૌરવ વધારે એવી શુભકામના જસવંતભાઈ ગાંગાણી રાજેશભાઈ ગાંગાણી અને ગાંગાણી મોસન પિક્ચર અને તેની પૂરી ટીમ ને ખૂબ ખૂબ અભિનંદન.