રાજકોટમાં જાણીતી સંસ્થાઓ જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ-મેઈન અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટના સંયુક્ત ઉપક્રમે બંધન મ્યુ્યુઅલ ફંડના નેજા હેઠળ “સ્વપ્ન થી સિધ્ધિ સુધી” વિષયક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં જૈન સોશ્યલ ગ્રુપના સર્વે હોદેદારો અને સભ્યોએ રોકાણ અને મ્યુચુઅલ ફંડના પ્રત્યેક માળખાની સુયોગ્ય સમજ મેળવી હતી.
આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર શહેરની ઠાકર હોટેલ ખાતે સાંજે 6:30 કલાકે આ સેમિનાર યોજાયો. જેમાં કાર્યક્રમના પ્રારંભે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ-મેઈનના ગોલ્ડન જયુબેલી વર્ષના પ્રોગ્રામની યાદગીરીનો વિડિયો ઉપસ્થિત સૌએ માણ્યો, નિહાળ્યો હતો. આ તકે જૈન સોશ્યલ ગ્રુપ રાજકોટ-મેઈનના પ્રમુખશ્રી ચેતનભાઈ કામદારે જણાવ્યું હતું કે,સ્વપ્ન શાસ્ત્રની ગહનતામાં જઈએ તો તમને એવું સ્વપ્ન જોવા મળશે જે ફળદાયી હોય છે. આજે આપણે એવા વિષય પર માહિતી મેળવી છે જેને આપણે અનેકવાર નિહાળીએ છીએ અને એ છે સ્વપ્ન…આપણું ગ્રુપ હંમેશા અવનવા પ્રોગ્રામનું આયોજન કરે છે. અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને આપણા ગ્રુપના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આજનો કાર્યક્રમ આપણને મહત્વની માહિતી પૂરી પાડે છે. ત્યારે જીવનમાં રોકાણ કેમ જરૂરી છે.તેની સચોટ અને મહત્વની માહિતી આજે પ્રાપ્ત કરી છે. નાણાકીય મજબૂતાઈ માટે આપણાં નાણાંનું સમજદારીપૂર્વક રોકાણ કરવું ખૂબ જ જરુરી છે. ખાસ તો અરિહંત ઇન્વેસ્ટમેન્ટ અને મેહુલભાઈ રવાણીનો આપણે આભાર માનીએ કે તેમણે આપણને આવી સચોટ માહિતી આપી.
રોકાણકાર બનવા માટે આપણું સમૃદ્ધ હોવું જરૂરી નથી પરંતુ સમૃદ્ધ બનવા માટે રોકાણકાર બનવું જરૂરી છે
આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા જૈન સોશિયલ ગ્રુપ રાજકોટ-મેઈનના સર્વે સભ્યોએ મ્યુચ્યુઅલ ફંડ અને રોકાણના અન્ય સ્રોત-વિકલ્પ અંગે જાણકારી મેળવીને પોતાને થતા પ્રશ્નોનું સમાધાન મેળવ્યું હતું. જ્યાં જૈન અગ્રણી,લેખક, વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર એન્કર, વક્તા, સિંગર અને અરિહંત ઇન્વેસ્ટમેન્ટના ફાઉન્ડર મેહુલભાઈ મહેન્દ્રભાઈ રવાણીએ “સ્વપ્ન થી સિધ્ધિ સુધી”ના વિષયની વિગતે છણાવટ કરતા જણાવ્યું હતું કે, ઇ.સ. પૂર્વે પાંચ હજાર વર્ષ પહેલા માણસે પોતાના સ્વપ્નનાં સંકેતો પારખવાનો અને એનો મર્મ ઉકેલવાનો પ્રારંભ કર્યો. એક અર્થમાં કહીએ તો મનુષ્ય જાતિની આદીમ અવસ્થાના કેટલાંક વર્ષો બાદ માણસે સ્વપ્ન સાથે પોતાના વાસ્તવિક જીવનના સંબંધનું અનુસંધાન કર્યું. આપણાં સૌના જીવનમાં આવા સ્વપ્નો હોય છે પરંતુ તેને કઈ રીતે પૂરા કરવા તે આપણે નથી જાણતા. મ્યુચ્યુઅલ ફંડ તમારા સપનાઓને સાકાર કરવાનું ઉત્તમ માધ્યમ છે. જે વ્યક્તિ આ સંકેતને પારખી ગયો તે વ્યક્તિ વેલ્થ ક્રીએટ કરી શકે.
નાણાકીય સમૃદ્ધિ પ્રાપ્ત કરવા એસ.આઈ.પી. ખૂબ જ જરૂરી છે
વધુમાં તેમણે જણાવ્યું હતું કે,રોકાણના આ ક્ષેત્રમાં 8:4:3 નિયમ મ્યુચ્યુઅલ ફંડની સંભવિત વૃદ્ધિ અને સ્થિરતાનું મૂલ્યાંકન કરવા માટે એક સરળ માર્ગદર્શિકા તરીકે મહત્વ ધરાવે છે. આ માર્ગદર્શિકા ફંડ મૂલ્યાંકનના આવશ્યક પાસાઓને આવરી લે છે અને રોકાણકારો માટે મૂલ્યવાન સાધન તરીકે સેવા આપી શકે છે. 8:4:3 નિયમ આવશ્યકપણે મૂલ્યાંકન પ્રક્રિયાને ત્રણ મુખ્ય ભાગોમાં વિભાજિત કરે છેનોંધનીય છે કે અરિહંત ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા 23 વર્ષથી રોકાણકારોની સેવામાં કાર્યરત છે. જ્યાં 50 રોકાણકારોથી શરૂ કરીને આજે 3000 જેટલા રોકાણકારોને ક્યાં અને કેટલું રોકાણકાર કરવું તેની સાચી અને સચોટ માહિતી આપવામાં આવી રહી છે. તદુપરાંત રોકાણકારોના ફિડબેક ઉપર અરિહંત ઈન્વેસ્ટમેન્ટ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવે છે અને આજે બધાના ફીડબેક આવવાથી સોમવારથી લઈ અને રવિવાર સુધી સવારે 09:00 થી રાત્રે 08:30 વાગ્યા સુધી ઓફિસ ચાલુ રહેશે.તો આજે આપની ચાલુ જઈંઙ માં ઈન્વેસ્ટમેન્ટ કરવા માટે સંપર્ક જરુર કરશો. અરિહંત ઇન્વેસ્ટમેન્ટ ઓફિસ નં 301 ત્રીજા માળે, સાધના ડાઉન ટાઉન બિલ્ડીંગ, જ્યુબેલી ચોક, પંજાબ નેશનલ બેંકની બાજુમાં, ગાંધી મ્યુઝિયમ ની સામે, રાજકોટ, સંપર્ક 9825882579, 0281-2226878, આપના ફાઇનાન્સિયલ પ્લાનિંગ માટે એકવાર અમારી મુલાકાત અવશ્ય લેશોજી.