રોકાણકારો માટે આવી પડેલી ખોટની સ્થિતિમાં બેંકોની ફિકસ ડિપોઝીટ તરફ ધ્યાન દોરાયું
વૈશ્વિક આર્થિક મંદીનાં પગલે ભારતમાં પણ કેટલાક અસરકારક પરીબળોનાં કારણે મુડીબજારમાં ભારે ઉથલ-પાથલ ચાલી રહી છે. બેંકનાં વ્યાજદરમાં ફેરફાર અને કેટલાક નવા નિયમોની જોગવાઈઓ વચ્ચે મુડી રોકાણ ક્ષેત્રનાં કેટલાક જાણીતા ઘરેલુ ભંડોળમાં રોકાણકારો માટે આવી પડેલી જબરી ખોટની પરિસ્થિતિમાં એકાએક લોકોનું બેંકની ફિકસ ડિપોઝીટ તરફ ધ્યાન દોરાયું છે અને ઝડપથી વિવિધ ફંડોમાંથી નાણા ઉપાડીને બેંકોમાં મુકવા લાગ્યા છે. દેશની અગ્રણી બેંકોનાં મતે જાણીતા મ્યુચ્યુઅલ ફંડની આવકમાં પહેલા પરીવર્તનને લઈ રોકાણકારોમાં બેંકોની ડિપોઝીટ યોજનાઓ તરફ આકર્ષણ વઘ્યું છે. ફ્રેકલીન, ટેમ્પલીટન જેવા મ્યુચ્યુલ ફંડોમાં ગયા અઠવાડિયે ૬ જેટલી ક્રેડિટ ભંડોળના ખાતાઓ બંધ થયા હતા. આર્થિક પ્રવાહિતાના અભાવનાં કારણે અને ખાસ કરીને કોરોનામાં ઉદભવિત થયેલી કટોકટીને લઈને રૂા.૨૮ હજાર કરોડની મુડીને ઓછા વળતરનાં કારણે પરત લેવાની ફરજ પડી છે.
નાણાનાં પ્રવાહને લઈ બેંકોએ ધીરાણ પર વ્યાજદર ઘટાડયો છે અને વ્યવસાયિક બેંકો માટે ફેબ્રુઆરી-૨૦૧૯ની સ્થિતિએ ૪૫ બેઈજીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. બેંકો રોકાણકારોને વાર્ષિક ૯.૪૫ ટકાનાં વળતર લેખે ૧૦ એપ્રિલ સુધી ૭.૯૩થી વધુ ટકાનું વળતર આપ્યું હતું. તારીખ-વાર આંકડાઓમાં બેંકો તરફથી ભંડોળનું પ્રમાણ વધશે અને આગામી મહિનાઓનાં બે આંકડાઓમાં સંખ્યા પહોંચી જશે. મ્યુચ્યુલ ફંડની ખોટ ૧.૯૫ લાખ કરોડે પહોંચી છે ત્યારે નાના રોકાણકારો લાંબાગાળાનાં લાભ માટે મ્યુચ્યલ ફંડમાં નાણા રોકતા હોય છે પરંતુ હાલનાં સમયમાં રોકાણકારો માટે આ રોકાણ અત્યંત જોખમી બન્યું છે.