‘લાંબો ડગલો મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી’ બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી હું છેલ છબીલો ગુજરાતી……’
પ્રચલીત ગીત સિવાય પણ લેખકો તેમજ કવિઓએ મર્દોની મુછો વિશે અનેક રુઢિ પ્રયોગો કર્યા છે જેમ કે મૂંછ ઉંચી રહેવી, મૂછ મરડવી આદિ, પરંતુ આજે મૂછને પુરુષના અભિમાન નહીં પરંતુ આરોગ્ય સાથે સંકળવવાની વાત આવી છે. નવેમ્બર મહિનાને દુનિયાના કેટલાક દેશોમાં ‘નોવેમ્બર’ તરીકે મનાવવામાં આવે છે. નોવેમ્બર ખરેખર એક ઝુંબેશનું નામ છે,
જેમાં પુરુષોને પ્રોટેસ્ટ અને ટેસ્ટીક્યુલરના કેન્સર અંગે જાણકારી વધારવાના પ્રયાસો કરવામાં આવે છે. અને આ માટે જરુરી આર્થિક સંસાધનો માટે દાન પણ ઉઘરાવવામાં આવે છે. જેમાં મૂછો વધારવાની પ્રેરણા પણ આપવામાં આવે છે. અમેરિકન કેન્સર, સોસાયટી સાથે સંકળાયેલી સંસ્થા વર્ષ ૨૦૦૯થી મૂછો વધારવાની સાથે સાથે કેન્સર અંગે પુરુષોમાં જાગૃતિ કેળવવાની કોશિશ કરે છે.