વર્ષના અંતિમ દિને મનની વાતમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વની જાહેરાતો; હજયાત્રાએ જતી મહિલાઓને ૭૦ વર્ષથી થતા અન્યાય અને ભેદભાવને સરકારે ખત્મ કર્યો
મુસ્લીમ મહિલાઓનાં હકોના રક્ષણ અર્થે મોદી સરકારે કમર કસી છે. તાજેતરમાં ત્રિપલ તલાકને નાથતા બીલને લોકસભામાં પસાર કર્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજ પઢવા જતી મહિલાઓનો મુદો ઉઠાવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે, હવે, મુસ્લીમ મહિલાઓ હજ પઢવા પુરૂષ સાથી વગર પણ જઈ શકશે.
રવિવારે ૩૯માં ‘મન કી બાત’ કાર્યક્રમમાં પી.એમ. મોદીએ મહત્વની જાહેરાત કરી હતી જેમા તેમણે જણાવ્યું હતુ કે, હજ યાત્રાએ જતી મહિલાઆ સાથે છેલ્લા ૭૦ વર્ષથી થતા ભેદભાવ અને અન્યાયને સરકારે ખત્મ કરી નાખ્યો છે. મીનીસ્ટ્રી ઓફ માઈનોરીટી અફેર્સે આ બાબતે ધ્યાન દોરી ૭૦ વર્ષની પ્રથાનો અંત આણ્યો છે. પીએમ મોદીએ ‘મન કી બાત’માં જણાવ્યું કે, ઈસ્લામીક દેશોમાં પણ આવા નિયમો કે પ્રથા નથી તોભારતમાં શા માટે આવા નિયમો પાળવામાં આવે છે. ૭૦ વર્ષથી મુસ્લીમ મહિલાઓ સાથે અન્યાય થતો આવ્યો છે. શા માટે આવા નીતિ નિયમો?
જણાવી દઈએ કે, મુસ્લિમ મહિલાએ હજ માટે જવું હોય તો રજીયાત પણે કોઈ પુરૂષ એટલે કે ભાઈ, પતિ અથવા પુત્રની સાથે જ જવું તેવો નિયમ હતો. પરંતુ મોદી સરકારનાં માઈનોરીટી અફેર્સ મંત્રાલયે આ તરફ ખાસ ધ્યાન દોરી આ નિયમનો અંત આણ્યો છે. જે મુસ્લીમ મહિલાઓ માટે રાહત સમાન અને સ્વતંત્રતા ગણી શકાય.
આ વખતે એકલા હજ યાત્રાએ જવા માટે અરજી કરનારી ૧૩૦૦ મહિલાઓને લોટરીથી બહાર રાખીને ખાસ શ્રેણીમાં પ્રાથમિકતા અપાશે પીએમ મોદીએ કહ્યું કે મને ખુશી થાય છે કે આ બાબત તરફ માઈનોરીટી અફેર્સ મંત્રાલયે ધ્યાન દોર્યું અને મુસ્લીમ મહિલાઓને તેમનો સ્વતંત્રતાનો અધિકાર આપ્યો. પી.એમ. મોદીના આ નિર્ણયથી મુસ્લિમ મહિલાઓએ સરાહના કરી છે. આ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’માં નવા વર્ષમાં સ્વચ્છતા અને પોનીટીવીટી, નવા સંકલ્પ ન્યુ ઈન્ડિયા અને સરકારનાં વિઝન પર પણ વાત કરી હતી.