દિવાળીના પર્વનો પ્રારંભ થઇ ચુક્યો છે અને આ તહેવાર એક સાથે 5 દિવસ સુધી ઉજવાતો હૉય છે અગિયારસ થી શરૂ થયેલો આ તહેવાર હવે માધ્યમ પહોંચવા આવ્યો છે પોતાના ઘરે નવા વર્ષ અને દિવાળી ની શુભેચ્છા આપવા આવતા મહેમાનો ને રંગોળીના માધ્યમ થી આવકારવામાં આવે છે આ રંગોલી માટે વપરાતી ચિરોડી અને તેના અવનવા કલોરો થી લોકો અંજાઈ જતા હોઈ છે ભાવનગરમાં આ ચિરોડી બનવવાનું કામ ભાવનગરના ઘાંચી વાળ વિસ્તરમાં રહેતા મુસ્લિમ પરિવારો કરે છે હનીફભાઇ અને તેનો પરિવાર 15 દિવસ અગાઉ થી આ ચિરોડી બનવવાના કામ લાગી જાય છે સફેદ કલર ની ચિરોડી લાવી તેમાં કલર અને કેમિકલ નાખી ને તેમજ જરી નું મિશ્રણ કરીને રંગબેરંગી ચિરોડી બનવવામાં આવે છે.
ભાવનગરમાં હનીફભાઇ નો એકલો પરિવાર જ દર વર્ષે 5 ટન ચિરોડી બનાવે છે અને માત્ર શહેર જ નહિ જિલ્લાભરમાં તેમની ચિરોડી વહેંચવા માટે જાય છે અહીં જુદા જુદા વિસ્તારમાં લારી માં આ ચિરોડી વહેંચવાનું કામ કરવામાં આવે છે આ વર્ષે મંદીના કારણે માલ નો ઉપાડ જોઈએ તેવો નથી તેમ લોકો નું માનવું છે.