મુસ્લિમ સંગઠન અલ્પસંખ્યક અધિકાર મંચનો રાજય સરકાર પર આરોપ: વકફ બોર્ડની ઓફિસ માટે સરકારે ગ્રાંટ ફાળવી નથી

સ્ટેટ વકફ બોર્ડની પારદર્શિકતા માટે ચુંટણી કરવાનું મુસ્લિમ સંગઠન ઈચ્છે છે. મુસ્લિમ સંગઠન અલ્પસંખ્યક અધિકાર મંચે સ્ટેટ વકફ બોર્ડના સભ્યોની નિમણુક કરવા માટે ચુંટણી પ્રક્રિયા હાથ ધરવા ગુજરાત સરકાર સામે માંગ મુકી છે.

ઉલ્લેખનીય છે કે, સ્ટેટ વકફ બોર્ડના સભ્યોની ટર્મ પાંચ વર્ષ માટે હોય છે અને ૨૦, ફેબ્રુઆરી, ૨૦૧૬ના રોજ વકફ બોર્ડના સભ્યોની ટર્મ પૂર્ણ થઈ ગઈ હતી તેમ છતાં અત્યારસુધી બોર્ડના સભ્યોની નિમણુક થઈ નથી. તેમજ સ્ટેટ વકફ બોર્ડના સભ્યોની ૩૧, ઓકટોબર, ૨૦૧૭ સુધીમાં નિમણુક કરવા ગુજરાત હાઈકોર્ટે રાજય સરકારને આદેશ કર્યો હતો. તેમ છતાં પણ સરકારે આ બાબતે કોઈ એકશન લીધા નથી. સરકારના આ અનદેખા વર્તણુકથી હવે, વકફ બોર્ડના સભ્યોની નિમણુક માટે મુસ્લિમ સંગઠને ચુંટણી યોજવાની માંગ ઉચ્ચારી છે અને મુસ્લિમ સમાજના સભ્યો વકફ બોર્ડની મિલકતો બચાવવા આગળ આવ્યા છે. મુસ્લિમ સંગઠન અલ્પસંખ્યક અધિકાર મંચે પ્રશ્ર્નો કર્યા છે કે શા માટે સરકાર વકફ બોર્ડના સભ્યોની નિમણુક માટે ચુંટણી નથી ઈચ્છતી ? અને શા માટે મુસ્લિમ સમાજની અવગણના થાય છે ? આ ઉપરાંત, મુસ્લિમ સંગઠને આરોપ મુકયો છે કે વકફ બોર્ડની ઓફિસ નિર્માણ માટે રાજય સરકારે ભંડોળની ફાળવણી કરી નથી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.