દેશની વિવિધ મુસ્લિમ સંસ્થાઓનાં ૨૦ આગેવાનો દેશભરમાં પ્રવાસ કરીને ચૂકાદા બાદ શાંતિ જાળવી રાખવા તમામ ધર્મની સંસ્થાઓને અપીલ કરશે
દેશમાં દાયકાઓથી રાજકીય સામાજીક અને ધાર્મિક રીતે અતિ સંવેદનશીલ રહેલા અયોધ્યામાં રામજન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ કેસની સુપ્રીમ કોર્ટમાં થયેલી સુનાવણીનો ચૂકાદો ટુક સમયમાં આવનારો છે. આ ચૂકાદા બાદ દેશભરમાં કોમી રમખાણો ફાટીનીકળે તેવી સંભાવનાઓ ગુપ્તચર તંત્રએ વ્યકત કરી છે. ત્યારે આ ચૂકાદાના પગલે દેશભરમાં કોમી એખલાસનું વાતાવરણ જળવાય રહે તે માટે વિવિધ મુસ્લિમ સંસ્થાઓના ૨૦ સદસ્યોનું એક પ્રતિનિધિ મંડળ દેશવ્યાપી શાંતિમંત્રણાએ નીકળ્યું છે.
દિલ્હીના હજરત નિઝામુદીન ઓલીયાની દરગાહથી ૨૦ સભ્યોના પ્રતિનિધિઓએ દેશભરમાં શાંતિ કાયમ રહે તે માટે યાત્રાનો પ્રારંભ કરી વિવિધ શહેરોમા જઈને લોકોને શાંતિ માટેની અપીલ કરવાનું મહાજન અભિયાન શ કર્યું છે. સુપ્રીમ કોર્ટમાં લાંબા સમયથી અધ્ધરતાલ રહેલા રામજન્મ ભૂમિ બાબરી મસ્જિદ વિવાદિત જમીન કેસ પૂરા થવાનો છે ત્યારે દેશમાં શાંતિના માહોલની આવશ્યકતા છે.
દિલ્હીથી રવાના થયેલા આ પ્રતિનિધિ મંડળમાં મુસ્લિમ રાષ્ટ્રીય મંચના પ્રવકતા સૈયદયાસીન જીલ્લાનીએ જણાવ્યું હતુ કો આ પ્રતિનિધિઓ સાથે અમે દેશભરમાં એવા સંદેશો અમે મોકલી રહ્યા છીએ કે સુપ્રીમ કોર્ટનો ચૂકાદો કોઈપણ પક્ષ કે સમાજ માટે વિજય કે પરાજયનો મુદો નથી.
આ કેસ માત્ર અયોધ્યાની જમીન માલીકીના વિવાદનો છે. અમે દેશભરમાં લોકોને આ ચૂકાદાના પગલે ભાઈચારા અને કોમી એખલાસનું વાતાવરણ અને શાંતિપૂર્ણ વાતાવરણ જળવાઈ રહે તે માટે તૈયાર રહેવા જણાવશું તેમ જણાવીને તેમણે ઉમેર્યું હતુ કે જયારે દેશમાંહજારો વર્ષ પહેલા પ્રથમ મસ્જિદ બની હશે ત્યારે મુસ્લિમોની સંખ્યા પણ એટલી બધી ન હતી કે તે પોતાની મેળે મસ્જિદ બનાવી શકે ત્યારે અમારા હિન્દુભાઈઓએ એ સમયે મસ્જિદ બાંધવામાં મદદ કરી હતી. એ ઘડી દેશના ઈતિહાસમાં સોનેરી અક્ષરે લખાયો છે.
મુસ્લિમ રાષ્ટ્રીય મંચની આ યાત્રા ત્રણેક દિવસમાં ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉ પહોચેલી આ જન પ્રતિનિધિઓ દેશના વિવિધ વિસ્તારોમાં જઈને ધાર્મિક નેતાઓને મળીને લોકોને શાંતિ જાળવવા દરગાહે અને મસ્જિદમાં પ્રાર્થના સભાનું આયોજન કરી હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ સંપ્રદાયોને દેશમાં શાંતિપૂર્ણ મહોલ જાળવવા અને સુપ્રીમ કોર્ટની આ કાનૂની પ્રક્રિયાને ન્યાયની દ્રષ્ટીએ જોવા અપીલ કરશે તેમ નિઝામુદીન ઓલીયાના ખાદીમે જણાવ્યું હતુ.
જમાતે ઉલેમાએ હિન્દના પ્રમુખ મૌલાના સોયેબ કાસીમીએ જણાવ્યું હતુ કે સુપ્રીમ કોર્ટનો આ ચૂકાદો ૧૩૦ કરોડની દેશની પ્રજાને એક કરશે દેશનું દરેક વ્યકત આ ગુંચ કોર્ટની બહાર ઉકેલાય તેવું પણ માને છે તેમ છતા તે શકય થયું નથી. પણ હવે એ જવાબદારી સુપ્રિમ કોર્ટની બની છે. કે તે આ મામલે એવા રસ્તો અને ચૂકાદો જાહેર કરે કે જેનાથી દેશના તમામ વર્ગના લોકો એકસાથે રહી શકે.
સુપ્રીમ કોર્ટમાં પાંચ ન્યાયમૂર્તિઓની સમિતિ અયોધ્યાભૂમિ અને વિવાદ કેસનો ચૂકાદો અનામત રાખીને એપેક્ષ કોર્ટમાં ૨.૭૭ એકરની વિવાદીત જમીનના આ મામલો ૧૭મી નવે. દેશમાં મુખ્ય ન્યાયમૂર્તિ રંજનગોગોઈની નિવૃત્તિ પહેલા ચૂકાદો આપવાની તૈયારીઓ ચાલી રહી છે.દિલ્હીની હજરત નિઝામુદીન ઓલિયાની દરગાહ પરથી ૨૦ નરબંદાઓએ દેશભરમાં શાંતિના માહોલ માટેની ઐતિહાસીક કૂચ આરંભી છે. ચૂકાદોએ માત્ર કાનૂની પ્રક્રિયા અને ઉકેલની કાયદાકીય પ્રક્રિયા ગણીને કોઈપણ ધર્મ, સંપ્રદાય કે સમુહના માન -અપમાન સાથે ન સાંકળીને દેશહિતમાં હોવાનું દેશવાસીઓએ સ્વીકારવું જોઈએ.