હજ યાત્રીઓની મંજુરીમાં ગુજરાત ટોપ ઉપર !
અનેકતા છતા એકતા એ ભારતીય સંસ્કૃતિનું પ્રતિબિંબ રહ્યું છે. આપણે પહેલાથી જ દરેક ધર્મ, જ્ઞાતિ અને વિવિધ વિચારોને સ્વીકાર્યા છે. રાજયનાં વકફ બોર્ડ દ્વારા મુસ્લિમ કમ્યુનીટીના કાર્યક્રમમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ હાજરી આપી હતી. આ તકે વિજયભાઈએ કહ્યું હતુ કે ભારતના અન્ય રાજયોની સરખામણીએ ગુજરાતમાં વસતા મુસ્લિમ પરિવારો વધુ ખુશ છે.
ગુજરાતમાં તમામ તહેવારોની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે.
વધુમાં તેમણે કહ્યું હતુ કે વિપક્ષ પાર્ટી કોંગ્રેસ મુસ્લિમ કમ્યુનીટીનો ઉપયોગ માત્ર વોટ બેંક માટે જ કર્યો છે. સચાર કમીટીના રિપોર્ટ મુજબ જાણવા મળ્યું કે હજુ યાત્રાએ જનારા ભારતીયોમાં ગુજરાતનાં મુસ્લિમ પરિવારો ટોચના સ્થાને છે.
રાજયના વિકાસ માટે જ્ઞાતિ અને સમુદાયો પણ મજબુત હોવા જરૂરી છે.
૧૨૦૦૦ વકફ ટ્રસ્ટ દ્વારા રાજયનું વકફ બોર્ડ બન્યું છે. મુખ્યમંત્રીએ રાજય વકફ બોર્ડ માટેનું સિટીઝન ચાર્ટર પણ રિલિઝ કર્યું હતુ ઈસ્લામીક ધર્મમાં સાઉદી અરેબીયામાં આવેલ મકકા ખાતે નમાઝ અદા કરવા દેશભરનાં મુસ્લિમ પરિવારો હજયાત્રાએ જાય છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં ચારધામ યાત્રાનું મહત્વ છે. તેવી જ રીતે મુસ્લિમો માટે હજ યાત્રાનું મહત્વ છે. ૨૦મી ઓગષ્ટ ૨૦૧૮થી આ વર્ષે શરૂ થઈ છે. ત્યારે ભારતથી હજયાત્રાએ જતા મુસ્લિમોમાં ગુજરાતનાં મુસ્લિમો મોખરે છે.