૫૭ મુસ્લિમ દેશોએ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપેરશન કાઉન્સીલની બેઠક કરવાનો નનૈયો કર્યો
કાશ્મીર મુદ્દે પાકિસ્તાન તેની નાપાક હરકતોથી જાણે બાજ ન આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે હાલ જે કાશ્મીર મુદ્દો ચાલી રહ્યો છે તે માટે પાકિસ્તાને ૫૭ મુસ્લિમ દેશોને ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપરેશન કાઉન્સીલની બેઠક યોજવાનો પ્રસ્તાવ મુકયો હતો પરંતુ મુસ્લિમ દેશોનાં કુલ ૫૭ દેશોએ આ મુદ્દે નનૈયો કરી પાકિસ્તાનને જાણે વિખુટુ પાડી દીધું હોય તેવું લાગ્યું હતું. કયાંકને કયાંક પાકિસ્તાને તેની ડફોળ નીતિ ઈસ્લામિક દેશો સામે મુકી હોવાનું સામે આવ્યું છે. આ મુદ્દાને સાઉદી અરેબીયાએ નકારી કાઢી અને પાકિસ્તાનને એકલુ પાડી દીધું હોય તેવું લાગી રહ્યું છે.
જમ્મુ-કાશ્મીરથી કલમ ૩૭૦ હટાવીને રાજય આડે દાયકાઓથી રહેલા વિકાસ આડેના અવરોધોને દુર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા ખુબ પ્રશંસનીય પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે આમ આ ઘટનાને ધ્યાને લઈ પાકિસ્તાન જાણે હજુ પણ હવાતિયા મારતું હોય તેવું લાગે છે. ઈમરાન ખાને કાશ્મીર મુદ્દે ઈસ્લામિક સંગઠનોની બેઠક બોલાવવાની પીપુડી વગાડી હતી પરંતુ સાઉદી અરબે આ રજુઆતને ધ્યાને લીધી ન હતી. પાકિસ્તાનની પીછેહઠની આ ઘટના અંગે થયેલા ખુલાસામાં સાઉદી અરેબે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કો-ઓપેરશન કાઉન્સીલની બેઠક બોલાવવાની કરેલી માંગને સાઉદી અરેબે અસ્વિકાર કરી છે. પાક.ના વડાપ્રધાન ઈમરાન ખાને ૫૭ મુસ્લિમ દેશોની સમિતિ બોલાવવાની મલેશિયાની મુલાકાત દરમિયાન તજવીજ હાથધરી હતી. આ તકે ઈમરાને જણાવ્યું હતું કે, અમારા એટલે કે મુસ્લિમ દેશો વચ્ચે એકતા ન હોવાથી મુસ્લિમ દેશોની નોંધ લેવાતી નથી ત્યારે પાકિસ્તાને કાશ્મીર મુદ્દે એક અવાજ થઈ આગળ વધવાની પણ વાત કરી હોવાનું સામે આવ્યું છે.
માનવામાં આવે છે કે ઓઆઈસીની કોઈપણ ગતિવિધિ માટે રીઆધનું સમર્થન અત્યંત અનિવાર્ય છે પરંતુ પાકિસ્તાન તરફથી આવતી આ દરખાસ્તને ધ્યાને લેવાતી નથી. પાકિસ્તાન લાંબા સમયથી ભારત સામે મુસ્લિમ સંગઠનને કાશ્મીર મુદ્દે સંગઠિત કરવાની પેરવી કરી રહ્યું છે પરંતુ સાઉદી અરબ તેને ભાવ આપતું નથી. રિયાધે એવો પણ નિર્દેશ આપ્યો હતો કે ઈસ્લામિક સંગઠનમાં મુસ્લિમ દેશો ટેલીસ્ટાઈન અને કાશ્મીર મુદ્દે ચર્ચા-વિચારણા કરી રહી છે પરંતુ ઈસ્લામાબાદ વિદેશ મંત્રાલય કક્ષાની બેઠકનો આગ્રહ રાખી રહ્યો છે જેનો સ્પષ્ટ નનૈયો સાઉદી અરબ દ્વારા કરવામાં આવેલો છે.