પાકિસ્તાન અને સાઉદી અરેબીયા વચ્ચે અંતર વધ્યું: કાશ્મીર મુદે પણ પાકિસ્તાન ‘એકલું’
મુસ્લિમ વિશ્વના ધ્રુવિકરણનાં પગલે રાજદ્વારી સંબંધો અને મધ્યપૂર્વદેશો પરનું પાકિસ્તાનની કહેવાતી પકકડ લાંબો સમય ન ચાલે તેવું હવે સ્પષ્ટ બનતુ જાય છે.
ભુતકાળમાં જયારે આખાતનાં દેશો ભારત અને પાકના સંબંધોમાં જે સંતુલન રાખવાનો પ્રયાસ કરતા હતા. તેમાં હવે સ્પષ્ટપણે આ દેશોનો ઝુકાવ નવી દિલ્હી તરફ અને ઈસ્લામાબાદ સાથે દેખીતુ અંતર વધતુ જતું હોવાનું એક અહેવાલમાં જણાવાયું છે.
બીજી તરફ પાકિસ્તાનના ઝુકાવ અને નિકટતા તૂર્કી અને મલેશિયા તરફ વધે છે. જેને મુસ્લિમ જગત પર સારી એવું પ્રભુત્વ ધરાવતા સાઉદી અરેબીયા પોતાના હરિફ ગણે છે. આ અંગે અલ જજીરામાં વિદેશનીતિનાં તજજ્ઞ ગણાતા અબ્દુલ બશીત અને ડો. જાહીદ સાહેબ અહેમદે વિસ્તૃત પણે છણાવટ કરી હતી.
પાકિસ્તાન અને સાઉદી અરેબીયા વચ્ચેના સંબંધોની ચરમસીમા ગયા મહિને જોવા મળી હતી. જયારે પાકિસ્તાન વિદેશમંત્રીશાહમહેમુદ કુરેશીએ ખૂલ્લેઆમ ઈસ્લામાબાદનાં દરવાજા જમ્મુ કાશ્મીરના સમર્થન માટે ખૂલ્લા રાખ્યા હોવાનું એક ટીવી શોમાં ઉલ્લેખ કરીને કુરેશીએ આ સંદર્ભે નિવેદન આપતા સાઉદી અરબ માટે મોટાભાઈ તરીકે સંબોધન કરીને જણાવ્યું હતુ કે પાકિસ્તાન કાશ્મીર મુદે ઈસ્લામી દેશોને આહવાન કરીને કે સંયુકત બેઠક બોલાવશે તેઓ અમારી સાથે ઉભા રહેવા તૈયાર છે. જોકે બાશીત અને શાહઅહેમદના આ રાજદ્વારી લેખમાં પાકિસ્તાનના વિદેશ મંત્રીના નિવેદનની કોઈ ગંભીર નોંધ રિયાધ દ્વારા લેવામાં આવી નહતી અને સાઉદી તેના પોતાના ગણાતા સંગઠન ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામ કોર્પોરેશન ઓઆઈસી સામેનું આ સંગઠન ગણક્ષને તેનાથી અંતર રાખવનાં મુડમા હોવાનું સ્પષ્ટ લાગ્યું હતુ આ પરિસ્થિતિને બદલે સાઉદીની રાજધાનીએ ૨૦૧૮માં પાકિસ્તાનની લાખો ડોલરની લોનને બેહાલ કરવા જણાવાયું હતુ જ હજુ છ મહિના અગાઉની પરિસ્થિતિએ તેલ ખરીદીના ચૂકવણીના રૂપમાં ઈસ્લામાબાદને સહાયરૂપ સ્થિતિ જેવી આ પરિસ્થિતિ હજુ અવઢવમાં પડી છે. ઈસ્લામાબાદ હવે આ અંગેની મદદ મેળવવા નાદારીથી પ્રયત્ન શીલ છે.સાઉદી અરબે કયારેય ઈસ્લામાબાદને લોન ભરવાઈ કે તેલનો પુરવઠો અટકાવવાનું કહ્યું જ નથી. કુરેશીના આ નિવેદન અંગે પાકિસ્તાનના માધ્યમોએ એ વાતની નુકતેસની કરી હતી કે અગાઉ વિદેશમંત્રીએ કરેલા નિવેદનોમાં મોટો વિરોધાભાસ હતો. બંને દેશો વચ્ચે ઉભા થયેલા કથીત તણાવની પરિસ્થિતિમાં પાકિસ્તાન ડેમેજ કંટ્રોલની સ્થિતિમાં મૂકાઈ ગયું છે. અને પાકિસ્તાનનો સેના અધ્યક્ષ કમરૂજાવેદ બાઝવાને રિયાધની મુલાકાતે મોકલવામાં આવ્યા હતા. પરંતુ આ મહેનત અને મુલાકાત સંપૂર્ણપણે નિષ્ફળ નિવડી હોય તેમ સાઉદી અરબના પાટવી કુંવર મોહમદ બિન સલમાન બાઝવાને મળ્યા હતા અને તેમને સાઉદીના નાયબ સંરક્ષણ મંત્રી ખાલીદ બીન સલમાન બીન અબ્દુલ અજીજને જ મળીને પાછુ આવી જવું પડયું હતુ.
એક અહેવાલમાં જણાવ્યા મુજબ સાઉદી અરબ અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો અત્યારે મધ્યપૂર્વ અને મુસ્લિમ જગત વચ્ચે કગાર ઉપર આવીને ઉભી છે. પાકિસ્તાન મુસ્લિમ મહાસત્તાઓ સાથે સંબંધ જાળવી રાખવા રીતસરનાં હવાતીયા મારી રહ્યુંછે. તો બીજી તરફ ઈસ્લામાબાદ પોતાની કુટનીતિથી પોતાનો પ્રતિસ્પર્ધી ભારત અને સાઉદી અરબ અને તેના સહયોગી દેશો સાથે વધતી જતી ભારતના સંબંધોની મજબુતી સામેરીતસરનું પાછુ પડી રહ્યું છે. તેની સામે પાકિસ્તાને તૂર્કિ મલેશિયા અને કતાર જેવા દેશો સાથે વદારેલા ઘરોબાથી સાઉદી અરબ અને તેના સહયોગીઓમાં પાકિસ્તાન પ્રત્યે એક નવું જ વલણ ઉભુ થયું છે.