કોમવાદી તત્વોએ સરકારી અધિકારીઓની સાથે મળી પ્રવેશ દ્વાર બંધ કરતા મુસ્લિમ સમાજની કલેકટર તથા પોલીસ કમિશનરને રજુઆત: ૧૦ દિવસમાં યોગ્ય કાર્યવાહી નહીં થાય તો જિલ્લાભરના મુસ્લિમો ગાંધી ચિંધ્યા માર્ગે પગલા લેશે
વોર્ડ નં.૩માં દાણાપીઠ ખાતે આવેલી ૧૦૦ વર્ષ જેટલી જુની નવાબ મસ્જીદનો પ્રવેશદ્વાર કોમવાદી તત્વોએ પોલીસ અને કલેકટરના જવાબદાર અધિકારીઓની સાથે મળી બળજબરીથી બંધ કરાવીને મુસ્લિમ સમુદાયની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડી છે. જે અંગે મુસ્લિમ સમાજે જિલ્લા કલેકટર અને પોલીસ કમિશનરને રજુઆત કરી હતી. તેમજ તેઓ અબતકની મુલાકાતે આવ્યા હતા.
વધુ વિગત આપતા સુલેમાન સંધારે જણાવ્યું હતું કે નવાબ મસ્જીદના અંદરના ભાગે પ્રવેશવા માટે મોટો પ્રવેશદાર આવ્યો છે. આ પ્રવેશદ્વારા સામે ૭૦ વર્ષથી કોઈ વાંધો કે તકરાર ન હતી. પાકિસ્તાનના ભાગલા પછી અહિં નિરાસીતોની વસ્તી રહેતી હતી તેની સંખ્યા તે વખતે દસથી ઓછી હતી. ત્યારબાદ ૪૦ કુટુંબો ટ્રેસ પાસ દ્વારા ઘુસ્યા હતા.
આ મિલ્કતનો વહિવટ રેફયુજી કોલોનીના નામે, રાજકોટનું માર્ગ અને મકાન તંત્ર પીડબલ્યુ ડી ખાતુ સંભાળે છે. રેફયુજીના બદલે અહિં અન્ય લોકો પીડબલ્યુની ભ્રષ્ટાચારી રહેમથી વસ્તા હતા. તેની સામે પીડબલ્યુ ડી નવા તંત્ર વાહકો એ કોર્ટ કેસ કરતા મુળ નીરાસીત પીડબલ્યુડી જીતી ગયું હતું. છતા ઘુસી ગયેલાઓને પીડબલ્યુડીનું ભ્રષ્ટાચારી તંત્ર દુર કરતું નથી અને ઘુસી ગયેલાઓમાં મોટા ભાગના માણસો કોમવાદી વલણ રાખી આ પ્રવેશ દ્વાર બળજબરીથી બંધ કરેલ છે. આ સમયે ડબલ્યુડીના જવાબદાર તથા કલેકટર કચેરીના જવાબદાર માણસો પણ હાજર હતા તેમજ પોલીસ તંત્રના દોઢસોથી બસો નાના-મોટા પોલીસ અધિકારીઓએ દાદાગીરીપૂર્વક આ પ્રવેશદ્વાર બંધ કરાવ્યો છે. નવાબ મસ્જીદ અંગેના તમામ ડોકયુમેન્ટો રજુ કર્યા હોવા છતા કોઈ દાદ આપવામાં આવી નથી. આ દ્વાર ખુલ્લુ કરવામાં આવે તેવી માંગણી છે. તેમજ તે પૈકીના મુખ્ય વાસુદેવ કટારીયા, કિશોર પરસોતમ પંજાબી, વિજય હરીરામભાઈ આહુજા, અનુયભાઈ જેઠાભાઈ લખવાણી સામે પગલા લેવાની માંગણી છે. જો દિવસ-૧૦માં કાર્યવાહી નહીં થાય તો નાછુટકે જવાબદાર સામે ગાંધી ચિંધ્યા રાહે જિલ્લાભરનો મુસ્લિમ સમાજ પગલા લેશે.