ડાયાબિટીસ, અનિંદ્રા, બ્લડ પ્રેશર, કફ, વાયુ, પિત માટે અકસીર ડુંગળી વિના ‘જીવન અધુરૂ’
પ્રાચીનકાળથી એટલે કે આપણા વડવાનો સમયથી ડુંગળીને ઉપયોગ લેવામાં આવે છે. પરંતુ ઘણા લોકોને ડુંગળી ખાવાનું પસંદ હોય છે અને એવા ઘણા લોકો છે જેમને ડુઁગળી ખાવાનું પસંદ નથી. તેમનું કારણ એ છે કે ડુંગળી ખાવાથી મોંમાંથી દુર્ગધ આવે તે પણ કારણ છે. એટલા માટે તેની અવગણના કરે છે. ભારતમાં સર્વત્ર ડુંગળીનું વાવેતર થાય છે. ડુંગળી સફેદ અને લાલ એમ બે પ્રકારની આવે છે. ડુંગળીમાં જંતુનાશક ગુણો પણ રહેલા છે. એલિસન નામનું ઉડ્ડયનશીલ તત્વ ડુંગળીમાં વધારે હોય છે. સફેદ ડુંગળી કરતા લાલ ડુંગળી ખાવામાં વધારે મીઠી હોય છે. લગભગ બધાના ઘરમાં ખવાતી જેના વગર ભોજન તો જાણે અધુરુ જ લાગે પંજાબી શાક હોય તીખી મીઠી ચાટ હોય કચુમ્બર હોય આ બધા વ્યંજન એના વગર અધુરા જ લાગે.
ડુંગળીમાં ગંધક, ફોસ્ફરસ, કેલ્યિયમ, મેગ્નેશિયમ સોડીયમ, લોહ, તંબુ, કલોરીન, પ્રોટીન, ચરબી, અને વિટામીનએ આ દરેકનું પ્રમાણ હોય છે. શિયાળામાં લીલી ડુંગળી વધારે ખાવામાં આવતી હોય છે. લીલી ડુંગળીના ગુણો સુકી ડુંગળી જેવા જ હોય છે. લીલી ડુંગળીના પાનમાં રહેલી લીલાશ કલોરીફીલ નામનો ખાસ ગુણ ધરાવે છે. જે લીવર માટે લાભપ્રદ ગણાય છે. સફેદ ડુંગળીનો વધારે પડતો ઉપયોગ ઔષધ તરીકે થતો હોય છે. સફેદ ડુંગળી બળ આપનારી તીખી રૂચિકર છે. ઉલ્ટી અરૂચિ, વાત-વિત પરસેવો, સોજા, કોલેરા હદય રોગ વગેરેમાં ખુબ જ ફાયદેમંદ છે. ડુંગળીની તાસીર ગરમ હોવા છતાંય જમ્યા પછી પેટમાં ઠંડક આપે છે. ગરમીને લીધે માથુ દુખતું હોય તો ડુંગળીને કાપીને સુંધવાથી અથવા તેનો રસ પગના તળીયે લગાડવાથી માથાના દુખાવામાં રાહત થાય છે.
ગરમીમાં લૂથી બચવા રોજ કાચી ડુંગળીનું સેવન કરવું જોઇએ. ડુંગળીમાં રહેલા ગુણકારી તત્વો આપણને લુ સહિત અનેક બીમારીથી બચાવે છે. સાથે જ ડુંગળી આપણી ઇમ્યુનીટીમાં પણ વધારો થાય છે એટલું જ નહીં ડુંગળી ખાવાના કારણે આપણું પાચનતંત્ર પણ સારું રહે છે. ડુંગળીને નિયમિત ખાવાથી હાર્ટની લગતી સમસ્યાથી બચી શકાય.
અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રી કલ્ચરની માનીએ તો ડુઁગળીમાં 25.3 મિલિગ્રામ કૈલ્શિયમ હોય છે. એટલા માટે ડુંગળીના સેવનથી હાડકા મજબુત થાય છે. ડુંગળી ઇમ્યુનીટી વધારવા માટે મહત્વની ભૂમિકા ભજવે છે. ડુંગળીમાં એન્ટી ઓકિસડન્ટ અને એન્ટી કેસર તત્વો જોવા મળે છે.
ડુંગળીમાં રહેલું ફલૈવ નોટડસ અસ્થમાના દર્દીઓ સરળતાથી શ્ર્વાસ લઇ શકે તેના માટે મદદ કરે છે. ડાયાબીટીઝ લોકો માટે પણ ડુંગળી બ્લડ સુગરને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ડુંગળીમાં રહેલું સલ્ફર નામનું તત્વ શરીરમાં એન્ટી ડાયાબીટીકની રીતે કામ કરે છે.