ટ્વિટર જુલાઈ 2006માં શરૂ થયું હતું. તેની સ્થાપના જેક ડોર્સી, નોહ ગ્લાસ, ઇવાન વિલિયમ્સ અને બિઝ સ્ટોન દ્વારા કરવામાં આવી હતી. ટ્વિટરના સ્થાપકોએ કહ્યું કે તે એક લાઉડ સ્પેસ પ્લેટફોર્મ છે અને પક્ષીને શાંતિનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે તેનો લોગો આવો રાખવામાં આવ્યો હતો ત્યારે એલોન મસ્કે 44 બિલિયન ડોલરમાં ટ્વિટર ખરીદ્યા બાદ તેનો લોગો બદલવામાં આવ્યો છે.
ટ્વિટરમાં વધુ એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. એલન મસ્કે ખુદ ટ્વિટરનો લોગો બદલ્યો છે. એટલે કે હવે ટ્વિટર પરથી વાદળી પક્ષી ગાયબ થઈ ગયું છે. આ ફેરફાર બાદ યુઝર્સ ખૂબ જ આશ્ચર્યમાં છે. કારણ કે, ટ્વિટરે શ્વાન ‘ડોગી’ને પોતાનો નવો લોગો બનાવ્યો છે. ટ્વિટરના માલિક એલોન મસ્કે પણ આ અંગે એક ટ્વિટ કર્યું છે, જેના પછી માનવામાં આવે છે કે ડોગી ટ્વિટરનો નવો લોગો હશે.
Best Twitter logo, agreed ⁉️ pic.twitter.com/ayXj4xUE7p
— DOC ? (@DrROMAN_NFT) April 3, 2023
વપરાશકર્તાઓને તેમના ટ્વિટર એકાઉન્ટ પર વાદળી પક્ષીની જગ્યાએ શ્વાન એટલે ડોગી આવી જતા આ લોગો જોઈને યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા. તેઓએ એકબીજાને પ્રશ્નો પૂછવાનું શરૂ કર્યું કે શું દરેકને ટ્વિટર લોગો પર શ્વાન દેખાય છે. થોડી જ વારમાં, #DOGE ટ્વિટર પર ટ્રેન્ડ કરવાનું શરૂ કર્યું. યુઝર્સને લાગ્યું કે કોઈએ ટ્વિટર હેક કર્યું છે. પરંતુ આના થોડા સમય બાદ ઈલોન મસ્કે એક ટ્વીટ કર્યું, જેમાં સ્પષ્ટ થઈ ગયું કે ટ્વિટરે તેનો લોગો બદલી નાખ્યો છે.
Entering Twitter HQ with the new logo @elonmusk pic.twitter.com/mt3C8gklkg
— DogeDesigner (@cb_doge) April 3, 2023
એલોન મસ્કે મંગળવારે ૦૪ માર્ચના રાત્રે લગભગ 12:20 વાગ્યે એક ફોટો ટ્વિટ કર્યો હતો. જેમાં કારની ડ્રાઇવિંગ સીટ પર એક કૂતરો બેઠો છે અને તે ટ્રાફિક પોલીસને તેનું લાઇસન્સ બતાવી રહ્યો છે. આ લાયસન્સમાં વાદળી પક્ષીનો ફોટો છે (જૂનો Twitter લોગો). જે બાદ ડોગી ટ્રાફિક પોલીસને કહી રહ્યો છે કે, “આ જુનો ફોટો છે”. મસ્કના આ ટ્વિટ પછી ટ્વિટર પર લગાવવામાં આવી રહેલી વિવિધ અટકળોનો અંત આવ્યો અને એ સ્પષ્ટ થઈ ગયું કે ઈલોન મસ્કે લોગો બદલ્યો છે.
the new twitter logo is amazing pic.twitter.com/og7G30LZnj
— gaut (@0xgaut) April 3, 2023
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટ્વિટરના લોગોની મજાક ઉડાવવામાં આવી રહી છે અને તે જ સમયે લોકો એવા માઈમ્સ શેર કરી રહ્યા છે કે તે આજકાલનો ટ્રેન્ડિંગ વિષય બની ગયો છે.
Elon Musk changed the Twitter homepage’s icon from its classic blue bird logo to “doge” — the cartoonish Shiba Inu dog meme linked to the cryptocurrency dogecoin — and is starting to insert random accounts people don’t follow into the their Following feed. https://t.co/dbQEiAjvFU
— Vox (@voxdotcom) April 3, 2023
ટ્વિટરનો લોગ બદલતા લોકો ટ્વિટર પર લોકોની મજાક ઉડાવીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઉગ્રતાથી મીમ્સ શેર કરી રહ્યા છે. જે ટ્વિટર પર ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યાં છે. ઘણા લોકોએ ડોગીને અને બ્લુ ચકલીને ભેગા કર્યા છે તો ક્યાંક ચકલી પર બેસીને એલન મસ્ક ઉડી રહ્યા છે તેવા લોકોએ મિમ બનાવ્યા છે.