મંદિરે સ્વરાભિષેક કરી પંડિતજીએ ધન્યતા અનુભવી હતી
જગપ્રસિધ્ધ શાસ્ત્રીય કંઠય સંગીતના દિગ્ગ્જ પંડિત જશરાજના સોમનાથ મંદિર સાથેના સંસ્મરણો તાજા થયાં.
પં. જશરાજજીએ સોમનાથ મહાદેવ મંદિરમાં ભાવમય શિવ સ્તૃતિમાં શિવમય બન્યા હતા કે તેઓના સ્વર આરોહ અવરોહ નાદ બ્રહ પ્રસ્તૃતિથી શિવ સાનિધ્યમય બન્યા હતા. એટલું જ નહીં સંગીતમય ભક્તિ સ્વરાભિષેકથી મંદિરમાં દર્શનાર્થીઓ પણ ભાવવિભોર બન્યા હતા.
સોમનાથના વિદ્વવાન પંડિત માર્કન્ડભાઇ પાઠક પંડિતજીના ચાહક હતા. સોમનાથ ખાતેની તેમની અનન્ય સ્વરસાધના જોઇ તેમણે તેમના કેસેટ ખજાનામાં તેની ત્રણ જેટલી કેસેટો વસાવી હતી.
‘મંદિર મેં ગાતે હૈ, તો બડા અચ્છા લગતા હૈ, ઓર બડા સુકુન મિલતા હૈ’ ઉપરોકત અનૂભૂતિ પંડિત જશરાજે સોમનાથ ખાતે પત્રકાર સાથેની મુલાકાતમાં જણાવી હતી.
સોમનાથમાં તેઓ ત્રણ વાર આવી માત્રને માત્ર સોમનાથ-દ્વારકા દર્શન અને ભગવાનના ચરણમાં સ્વર આરાધનાઓ કરી છે. સોમનાથ ખાતે તેમણે ‘ઓમ કાર બિન્દુ’ નમામિ ડોડષિયો દેવા’ યત્ર તત્ર સ્થિતો દેવ મહેશ્ર્વર જેવી રચનાઓ શિવએકાકારમય થઇ ગાઇ હતી અને સોમનાથ મહાદેવ પૂજય-અર્ચન કર્યા હતા. સોમનાથની પ્રથમ મુલાકાત તેઓ સાણંદ દરબાર સાથે આવ્યા હતા અને લયબધ્ધ હારમોનીયમ સાથે શિવધૂન-ભજનો શાસ્ત્રીય સંગીતમાં ગાયા હતાં. તેઓ સાથે તે દિવસોમાં તલબચી ટસમ આવેલ ન હતી જેથી પ્રભાસના હરિભાઇ પાઠક અને જનુભાઇ પાઠકે તેની સાથે તબલા સંગત કરી જે તેને ખૂબ જ ગમ્યુ હતું.
સોમનાથના ઠાકોર મંદિર વિષે તેને સાંભળ્યુ હતું જેથી તે મંદિરે જવાની ઇચ્છા વ્યકત કરી અને સોમનાથથી ઠાકોર મંદિર સુધી પગપાળા વઇ ઠાકોર મંદિરમાં ભગવાન સમક્ષ કૃષ્ણ ભક્તિ રચનાઓ યાઇ હતી અને પોતાને અહીં આવવાની અને પવિત્ર સુંદર મૂર્તિની સમીપે ઉપાસના કર્યાથી જીવન ધન્યતા અનુભવ્યાનું જણાવ્યું હતું.